Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજકોટના નવ નિયુકત ડીસીપી સજજનસિંહ પરમાર આજે ચાર્જ નહિ સંભાળે

વડાપ્રધાનનો સુરતમાં ખૂબ મહત્‍વના કાર્યક્રમના બંદોબસ્‍ત સંદર્ભે એક સપ્‍તાહનો વિલંબ

રાજકોટ, તા.૨૬:  રાજકોટમાંથી મોટા ભાગના એસીપી અને ડીસીપી બદલવા સાથે ખૂબ અનુભવી અને વિવાદોથી પોતાની જાતને દૂર રાખી ફરજ બજાવનાર ખુર્શીદ અહેમદ પણ તુરંત બદલી પામનાર હોય પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને અનુભવી અધિકારીઓની ખોટ ન પડે તે માટે સુરત અને ગાંધીનગર દ્વારા રાજકોટની ઇતિહાસ ભૂગોળથી પરિચિત એવા સજ્જનસિંહ પરમારની ચોકકસ બાબતો રાખી કરવામાં આવી છે.                         
 મૂળ સૌરાષ્‍ટ્રના વતની અને સૌરાષ્ટ્‌મા કામ કરવાનો અનુભવ ધરાવતા આ આઇપીએસ અધિકારી આજે નવરાત્રી પ્રથમ નોરતે ચાર્જ લેવાના હતા.  દરમિયાન સુરતમાં વડાપ્રધાનનો ખૂબ મોટો કાર્યક્રમ છે, આ માટે સુરત કલેકટર આયુષ ઓક તથા મહા નગરપાલિકા કમિશનર સાથે અજય કુમાર તોમર દ્વારા સંકલન સાધી સુદ્રઢ વ્‍યવસ્‍થા ગોઠવી ઓછા સ્‍ટાફથી સારું કામ લેવા અદભૂત રણ નીતિ ઘડી છે, જેમાં સજ્જનસિંહ પરમાર હસ્‍તક મોટી જવાબદારી હોવાથી આજે તેઓને પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ બાદ જ રીલિવ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

 

(4:01 pm IST)