Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

બાળકોના અધિકાર અંગે જુવેનાઇલ જસ્‍ટીસ એકટ હેઠળ જીલ્લા કાનુની સતામંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો

રાજકોટ, તા., ૨૬: શનીવારે તા.ર૪-૯-ર૦રરના રોજ જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટ તથા જુવેનાઇલ જસ્‍ટીસ બોર્ડ રાજકોટનાઓ દ્વારા જુવેનાઇલ જસ્‍ટીસ કેર એન્‍ડ પ્રોડકશન એકટ ૨૦૧૫ અન્‍વયે હિસ્‍સેદાર સંસ્‍થાઓની સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં અધ્‍યક્ષ સ્‍થાને ઇન્‍ચાર્જ મુખ્‍ય જીલ્લા ન્‍યાયાધીશ શ્રી રાજકોટ તથા ઇન. ચેરમેન શ્રી જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટ તથા ઇન.  ચેરમેન શ્રી જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટ શ્રી જે.ડી.સુથાર તથા મુખ્‍ય અતિથી  તરીકે રાજકોટના કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ ઉપસ્‍થિત રહેલ.

આ સંકલન મીટીંગમાં અધિક જીલ્લા ન્‍યાયાધીશ રાજકોટ શ્રી બી.બી.જાદવ શ્રી તથા ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ રાજકોટ શ્રી એ.આર.તાપીયાવાલા તથા રાજકોટ જીલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી શ્રી એન.એચ.નંદાણીયા તથા જુવેનાઇલ જસ્‍ટીસ બોર્ડ રાજકોટના પ્રિન્‍સીપાલ મેજીસ્‍ટ્રેટ શ્રી એ.જે.સંઘવી હાજર રહેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન શ્રી પી.એન.જૈન તથા શ્રી એન.ડી.જોષીપુરા , એ.ડી.સીવીલ જજશ્રીઓ રાજકોટનાઓ દ્વારા કરવામાં આવેલ હતું.

સદર સંકલન મીટીંગમાં બાળ કલ્‍યાણ સમીતીના ચેરમેન તથા સભ્‍યશ્રીઓ સ્‍પે.જુવેનાઇલ પોલીસ યુનીટ રાજકોટ શહેર તથા ગ્રામ્‍યના નોડલ ઓફીસરશ્રીઓ જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ શ્રીઓ, તેમજ બાળ કલ્‍યાણ સાથે સંલગ્ન સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર રહેલા. આ મીટીંગમાં જુવેનાઇલ જસ્‍ટીસ એકટ હેઠળ નોંધાયેલ સંસ્‍થાઓની કામગીરી અને તે સંબંધે કાયદાકીય જોગવાઇઓ અને જવાબદારીઓ અંગે વિસ્‍તૃતમાં ચર્ચા કરવામાં આવી તેમજ આ સંસ્‍થાઓના કાર્ય અંગેના પરસ્‍પર સંકલન બાબતે તથા ઉદભવતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટના ઇન્‍ચાર્જ ચેરમેન અને ઇન્‍ચાર્જ મુખ્‍ય જીલ્લા ન્‍યાયાધીશ શ્રી જે.ડી.સુથારશ્રીએ બાળકોના અધિકાર બાબતે કાયદાકીય જોગવાઇઓ સંબંધે પ્રાસંગીક પ્રવચન આપેલ. તેમજ પ્રોબેશન ઓફીસરશ્રી રાજકોટ શ્રી એ.યુ.ગોસ્‍વામીનાઓ દ્વારા જુવેનાઇલ જસ્‍ટીસ એકટ ર૦૧પ હેઠળ કાર્યરત સંસ્‍થાઓની કામગીરી તેમજ બાળ કલ્‍યાણ યોજનાઓ સંબંધે વિગતવારની માહીતી આપવામાં આવેલ હતી.

આ સંકલન કાર્યક્રમમાં જુવેનાઇલ જસ્‍ટીસ બોર્ડના પ્રિન્‍સીપાલ  મેજીસ્‍ટ્રેટ શ્રી એ.જે.સંઘવી શ્રીએ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સંબંધે પ્રિ-એરેસ્‍ટ અને પોસ્‍ટ એરેસ્‍ટ સંબંધે પોલીસ દ્વારા કરવાની કાર્યવાહી બાબતે જુવેનાઇલ જસ્‍ટીસ એકટની જોગવાઇઓ તેમજ રૂલ્‍સનું વિગતવારનું માર્ગદર્શન આપેલ. સદર કાર્યક્રમમાં જુવેનાઇલ જસ્‍ટીસ એકટ હેઠળ કાર્યરત સંસ્‍થાઓને પડતી મુશ્‍કેલીઓ અને તેના નિવારણ માટેની ચર્ચા કરવામાં આવેલ. આ કાર્યક્રમ જીલ્લા કાનુની સેવા સતા મંડળ રાજકોટ એ.ડી.આર સેન્‍ટરના હોલમાં યોજવામાં આવેલ હતો. જેની પુર્ણાહુતી રાષ્‍ટ્રગાન સાથે કરવામાં આવેલ હતી. 

(4:51 pm IST)