Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સરકારની યોજના સરસ ગામ બનાવો સમરસ : ભૂપત બોદરની ગામોને અપીલ

રાજકોટ, તા. રપ :  જિલ્લા પંચાયતના  પ્રમુખ ભૂપતભાઇ બોદર જણાવે છે કે આગામી સમયમાં રાજયની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે  રાજયની ભાજપ સરકાર દ્વારા સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટાતી ગ્રામ પંચાયતોને આપવામાં આવતા પ્રોત્સાહક અનુદાન અંગેની સમરસ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા ચૂૂટણીને બિનહરીફ કરવા પ્રોત્સાહક ગ્રાન્ટમાં જંગી વધારો કરીને પાંચમી વખત ગ્રામ પંચાયત સમરસ થશે તો રૂ. ૮ લાખની ગ્રાન્ટ વતા ૩ લાખના કામો અને જો કોઇ ગ્રામ પંચાયત પાંચમી વખત મહિલા સમરસ થશે તો રૂ. ૧૬ લાખ સુધીનો લાભ આપવાની નિર્ણય કર્યો છે ત્યારે આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગ્રામના વિકાસ કાર્યો ને વેગ આવતા વધુ ને વધુ ગ્રામ પંચાયતોની સમરસ થવા જાહેર અપીલ છે.

ભૂપત બોદરએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ નવા વિચાર અને નવી ઉર્જા સાથે પ્રગતિશીલ દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર દ્વારા સામુહિક શકિતઓ થકી વિવિધ વિકાસ કાર્યોને અવિરણ આગળ વધારી રહી છે. ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સર્વ સંમતિ અને વિના વિરોધ થાય અને વિકાસ માટેનું હકારાત્મક વાતાવરણ સર્જાય શકે. તેવા ઉમદા અને હેતુથી રાજયમાં સમરસ ગામ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી વાર સમરસ થતી ગ્રામ પંચાયતોને સામાન્ય સમરસના કિસ્સામાં અને મહિલા સમરસતા કિસ્સામાં પ્રોત્સાહન અનુદાન વધારવાનો નિર્ણય કરવામાં આવેલ છે, ત્યારે વધુ ને વધુ ગ્રામ પંચાયતો રાજય સરકારની સમરસ યોજનાનો લાભ લે અને ગામના વિકાસને અવિરત આગળ ધપાવે તેવી અપીલ છે.

(2:43 pm IST)