Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કોરોના સહાય : કલેકટરમાં સરકારે ગ્રાન્ટ મોકલી : કાલથી સંભવતઃ ડાયરેકટ ખાતામાં જમા થશે : હાલ ૨૦૦ના નામો ફાઇનલ

ફોર્મ મેળવવા ભારે ધસારો : મામલતદાર કચેરીમાં જમા કરાવવા સૂચના : તંત્ર દ્વારા જબરી કવાયત

રાજકોટ તા. ૨૫ : રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામનારના વારસદારોને રૂ. ૫૦ હજારની સહાયની જાહેરાત કર્યા બાદ ધડાધડ નિણર્યો લીધા છે, આજે કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ સહાય સંદર્ભે આજે ગ્રાન્ટ આવી ગઇ છે, હાલ સ્કૂટીની ચાલી રહી છે અને સંભવતઃ ૨૦૦ કે તેથી વધુ અરજદારોના ડાયરેકટ બેંક ખાતામાં આ રકમ પણ જમા થઇ જશે.

તેમણે જણાવેલ કે, કોરોના સહાયના ફોર્મ કલેકટરની ડીઝાસ્ટર શાખામાંથી મળી રહ્યા છે, અને જે તે વિસ્તારના મામલતદાર સમક્ષ જમા કરાવવા પણ સૂચના અપાઇ છે, તેમણે જણાવેલ કે, સહાય બાબતે તંત્ર તમામ સ્તરે કાર્યવાહી કરી રહ્યું છે.

આજે કલેકટર કચેરી ખાતે સહાયના ફોર્મ મેળવવા અંગે ભારે ધસારો જોવા મળ્યો હતો. કમ્પાઉન્ડમાં જ લોકો ફોર્મ મેળવી ભરી રહ્યા હતા, તો ડીઝાસ્ટર કચેરી બહાર લાઇનો લાગી ગઇ હતી.

(3:38 pm IST)