Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં બેનરો લગાવાયા

રાજકોટ :  નવસર્જન ગુજરાતના પ્રણેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી , ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી ના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવાના રાજકોટ શહેર માં ઠેર ઠેર બેનરો લાગ્યા. છે તે તસ્વીરમાં દર્શાય છે. રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, ગુજરાત કોંગ્રેસના આઈ.ટી.સેલ કોડીનેટર ભાર્ગવભાઈ પઢિયાર, રાજકોટ ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપુત, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠિયા, માઈનોરિટી વિભાગ ચેરમેન યુનુસભાઈ જુણેજા, વિચાર વિભાગ ચેરમેન ભાવેશભાઈ ખાચરિયા, યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ હાર્દિકસિંહ રાજપુત, યુવક કોંગ્રેસ મહામંત્રી પાર્થભાઈ બગડા, પૂર્વ મહામંત્રી મૌલેશભાઈ મકવાણા સહિતના રાજકોટ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી છે અને સમગ્ર રાજકોટ શહેર માં બેનર દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું.

(3:53 pm IST)