Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કોરોના સહાયઃ કલેકટર તંત્ર દ્વારા ધડાધડ કામગીરીઃ ડીઝાસ્ટરમાં વધારાનો સ્ટાફ મૂકી અરજીઓ કલીયરઃ ૧૪૪ને નાણા ચૂકવાયા

પ્રાથમિક તબકકે રાજકોટ શહેર-જીલ્લામાં ૭૩૮ સહાયપાત્ર ફાઇનલ કરાયાઃ કાલ સુધીમાં વધુ ૧પ૦ને ચૂકવાશે...

રાજકોટ તા. ર૬: રાજય સરકારે કોરોનામાં મૃત્યુ પામનારના વારસદારને પ૦ હજારની સહાયની જાહેરાત કરી અને તેનો ધડાધડ અમલ પણ શરૂ થયો છે, કલેકટર કચેરીમાં ફોર્મ મેળવવા અને પરત આપવા-પુરાવા આપવા અંગે ડીઝાસ્ટર કચેરીમાં અરજદારોનો ભારે ધસારો ઉદ્દભવ્યો છે.

આ ધસારો વધતા કલેકટરની સૂચના બાદ એડી. કલેકટરશ્રી કેતન ઠકકર દ્વારા ઝડપી કાર્યવાહી થાય તે સંદર્ભે વધારાનો સ્ટાફ મૂકી કામગીરી શરૂ કરાઇ છે, મામલતદારો શ્રી ગોઠી, શ્રી કટારીયા, નાયબ મામલતદાર શ્રી નીખીલ ગોહેલ, રંગપરા સહિતનો સ્ટાફ અરજદારોને ધકકા નો થાય, અને બેંકોના પુરાવા ન આપ્યા હોય તો તે ફોન કરી રૂબરૂ બોલાવી પૂર્તતા કરી રહ્યા છે.

દરમિયાન કલેકટર અને એડી. કલેકટરે ''અકિલા''ને જણાવ્યું હતું કે પ્રાથમિક તબકકે રાજકોટ શહેર-જીલ્લામાં રાજય સરકારની સુચના મુજબ ૭૩૮ ને સહાયપાત્ર ફાઇનલ કરાયા છે, આજે ૧૪૪ને સીધા બેંકમાં નાણા ચૂકવી દેવાયા છે, કાલ સુધીમાં વધુ ૧પ૦ ને સહાય ચુકવી દેવાશે. જેમ જેમ ફાઇનલ થતું જશે તેમ અરજીઓ કલીયર   કરી    સહાય ચૂકવી દેવાશે તેમ અધીકારીઓએ ઉમેર્યું હતું.

(2:48 pm IST)