Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ભોમેશ્વર ફાટક પાસે મજૂર દંપતિની નજર સામે જ ૭ માસના પુત્રનું કારની ઠોકરે મોત

મધ્યપ્રદેશનું દંપતિ ફૂટપાથનું કામ કરતું હતું ત્યારે બનાવઃ બાળકે હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: ભોમેશ્વરના ભૂતનાથ મંદિર તથા વોર્ડ ઓફિસ વચ્ચે ભોમેશ્વર ફાટક નજીક ફૂટપાથનું કામ ચાલતું હોઇ ત્યાં મજૂરી કરી રહેલા મધ્યપ્રદેશના દંપતિના ૭ માસનો પુત્ર રોડ સાઇડમાં બેઠો હોઇ ઇકો કારની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ આજીડેમ બગીચા પાસે ઝૂપડુ બનાવીને રહેતાં અને મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના આશિષ બારીયા અને તેની પત્નિ આજે સવારે ભોમેશ્વર પાસે ફૂટપાથનું કામ ચાલુ હોઇ ત્યાં મજૂરી કરવા ગયા હતાં. તે વખતે તેના પુત્ર જોય (ઉ. ૭ માસ)ને નજીકમાં બેસાડ્યો હતો. આ વખતે ઇકો કાર નં. જીજે૦૩એલએમ-૪૪૦૭ની ઠોકરે આ બાળક ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરી હતી. મૃતક જોય બે ભાઇમાં નાનો હતો. બનાવથી મજૂર દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.

(2:51 pm IST)