Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ડો. આંબેડકરજીએ સામાજીક સમરસતાનો નારો આપી સમગ્ર દેશને નવી દિશા આપી છે : રૈયાણી

બંધારણ દિવસ અંતર્ગત શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા આયોજીત સંવિધાન ગૌરવ યાત્રાનો મંત્રી અરવિંદ રૈયાણીએ કરાવ્યો પ્રારંભ : ઠેર -ઠેર સ્વાગત

રાજકોટ,તા. ૨૬: દેશની આઝાદી બાદ દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે દેશમાં સામાજીક સમરસતા અને ન્યાયીક પ્રક્રિયા સરળ બને તે માટે ર૬ નવેમ્બરના રોજ દેશનું બંધારણ ઘડી દેશની જનતાને અર્પણ કર્યુ છે ત્યારે બંધારણદિવસ ઉજવણી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા 'સંવિધાન ગૌરવ યાત્રા'નું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ, આ ગૌરવ યાત્રામાં આકર્ષક રથ, બંધારણ અને ડો. બાબાસાહેબ આંબેડકરજીના ફોટાઓ સાથેનો આ યાત્રા માટેનો રથ તૈયાર કરવામાં આવેલ, ત્યારે આ યાત્રાનો પ્રારંભ  સવારે ૯:૩૦ કલાકે જિલ્લા પંચાયત– અકીલા  ચોક ખાતેથી રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ, નિતીન ભારદ્વાજ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ અનુ.જાતીના મત્રી બાબુભાઈ ચાવડા, ભાનુબેન બાબરીયા, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ,  ડો. દર્શીતાબેન શાહ, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિહ વાળા, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય સહીતના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ રેસકોર્ષ રીંગ રોડ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોક, શારદા બાગ, ચૌધરી હાઈસ્કુલ થઈ આંબેડકરની પ્રતિમા ખાતે સમાપન થયેલ અને ત્યાં ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી આ યાત્રાનું સમાપન કરવામાં આવેલ તેમજ  શહેર ભાજપ ના વિવિધ મોરચાઓ જેમાં યુવા મોરચો, લઘુમતી મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચા દ્વારા આતશબાજી અને ફુલની પાંખડીથી આ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર ભાજપ  અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ તેમજ કાર્યક્રમની વ્યવસ્થા  શહેર અનુ. જાતી મોરચાના પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયા એ સંભાળી હતી.  આ યાત્રાના પ્રારંભે ઉદબોધન કરતા અરવીંદ રૈયાણી તેમજ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકરે દેશના બંધારણની રચના કરી દેશને એક નવી  દિશા આપી છે અને આ બંધારણથી દેશની ન્યાયીક પ્રક્રિયા સરળ બની છે ત્યારે આવા મહામાનવને ભારતરત્ન આપવામાં કોંગેસે હંમેશા અન્યાય કર્યો છે અને સંસદભવનમાં તેમની પ્રતિમા મુકવામાં પણ કોગ્રેસે ઉપેક્ષા દાખવી છે. આ તકે ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયાએ પણ પ્રાશંગિક પ્રવચન કર્યુ હતું. 

 આ તકે ભાજપ અગ્રણી વિક્રમ પુજારા, પરેશ હુંબલ, દીવ્યરાજસિહ ગોહિલ, રઘુભાઈ ધોળકીયા, અનીલભાઈ પારેખ, મનુભાઈ વઘાશીયા, રમેશ અકબરી, નિતીન ભુત, પ્રવીણભાઈ મારૂ, પ્રવીણ ઠુંમર, કીરણબેન હરસોડા, લલીત વાડોલીયા, જે.પી. ધામેચા, રત્નાભાઈ રબારી, યાકુબ પઠાણ, વાહીદ સમા, રાજુ દલવાણી, ભરત શીગાળા, રસીકભાઈ પટેલ, કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્વીસિહ વાળા, શામજીભાઈ જચાવડા, અનીલ મકવાણા, ડી.બી. ખીમસુરીયા, મનુભાઈ મકવાણા, દીનેશ બગડા, દેવજીભાઈ ખીમસુરીયા, રવી ગોહેલ,  નીખીલ રાઠોડ,  ગૌતમ ચૌહાણ, અભીષેક ગૌરી, ચેતન ચાવડા, નરેશ ચૌહાણ, શોભીત પરમાર, નીતીન બારોટ, ઈશ્વર જીતીયા, અજય વાઘેલા, અનીલ શ્રીમાળી, દીનેશ સોલકી, અશ્વીન રાખશીયા, સચીન પરમાર, ભરત મેવાડા ,મૌલીક પરમાર, જીજ્ઞેશ ચૌહાણ, અશોકભાઈ બાબરીયા, અજય પરમાર,  ફર્નાન્ડીઝ પાડલીયા, હીતેશ મારૂ, રાજેન્દ્રસિહ ગોહીલ, હેમભાઈ પરમાર, સી.ટી. પટેલ, દીનેશ ઘીયાળ, ઘનશ્યામ કુંગશીયા, રમેશ દોમડીયા, તેજશ જોષી, રજનીભાઈ ગોલ, સંજય પીપળીયા, રસીક કાવઠીયા, કેતન વાછાણી, હરીભાઈ રાતડીયા, મહેશ બથવાર, ભાર્ગવ મિયાત્રા, શૈલેષ બુસા, ડો. અલ્પેશ મોરજરીયા, મનીષ રાડીયા, પરેશ પીપળીયા, કાળુભાઈ કુગશીયા ,હાર્દીક ગોહીલ, ભાવેશ દેથરીયા ,જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાગ માંકડ, દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, બીપીન બેરા, રાજેશ્વરીબેન ડોડીયા,ચેતન સુરેજા, ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, રણજીતભાઈ સાગઠીયા, કંકુબેન ઉધરેજા, નીલેશ જલુ, સુરેશ વસોયા, ભારતીબેન પરસાણા, સંજયસિહ રાણા, માધવીબેન ઉપાઘ્યાય, લીલાબા જાડેજા, જશુમતીબેન વસાણી, નીનાબેન વજીર, અલ્પાબેન દવે, રીટાબેન સખીયા, દક્ષાબેન વસાણી, શીલ્પાબેન જાવીયા, મીનાબેન પારેખ, રક્ષાબેન જોષી, કંચનબેન મારડીયા, મહેન્દ્ર પાડલીયા, હીતેશ ઢોલરીયા, મહેશ પાંઉ સહીતના બહોળી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા.

(3:35 pm IST)