Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા નારકોટિકસ ડિટેકશન કીટ અને સ્નીફર ડોગની મદદથી શહેર એસઓજીનું ચેકીંગ

બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશને શંકાસ્પદ મુસાફરો, બીનવારસ જેવા માલસામાનનું પણ ચેકીંગ કરાયું: પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ ટી. બી. પંડ્યા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા અને આવી પ્રવૃતિ અટકાવવા તેમજ માદક પદાર્થનું સેવન કરનારાઓને શોધી કાઢવા આજે એસઓજીએ ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં રાજકોટ સેન્ટ્રલ બસ પોર્ટ તથા રેલ્વે સ્ટેશન ખાતે નાર્કોટિકસ ડિટેકશન કીટ અને સ્નીફર ડોગની મદદથી ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સ્થળોએ શંકાસ્પદ જણાતાં લોકોને તેણે માદક પદાર્થનો નશો કર્યો છે કે કેમ? તેની ચકાસણી ખાસ કિટની મદદથી કરાઇ હતી. તેમજ ટ્રેનની અંદર અને રેલ્વે સ્ટેશનમાં સ્નીફર ડોગની મદદથી શંકાસ્પદ મુસાફરોને અને બીનવારસ જેવા જણાતા સામાનનું ચેકીંગ પણ કરાયું હતું. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ ટી. બી. પંડ્યા, મોહિતસિંહ જાડેજા, કોન્સ. રણછોડભાઇ આલ, હિતેષભાઇ પરમાર સહિતે આ કામગીરી કરી હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(3:36 pm IST)