Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મનપા દ્વારા BSUP આવાસ યોજનામાં ઓરડીનું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

તારીખ: ૨૬-૧૧-૨૦૨૧ :   રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલ BSUP આવાસ યોજના, ઉપાસના પાર્કની બાજુમાં, નાના મવા રોડમાં થયેલ ગેરકાયદેસર દબાણને દુર કરવા મળેલ અરજી અન્વયે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ. આર, સિંહની સુચના અનુસાર તા.૨૬/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૧૨:૦૦થી સ્થળે જઈને ફ્લેટ નં. ૧૯૧૬, બ્લોક નં. ૮ના રહેવાસી શ્રી જગદીશભાઈ ગર દ્વારા કોમન ચાલવાની જગ્યામાં બે બાજુ દીવાલ ચણી ઉપર પતરા મારીને ગેરકાયદેસર દબાણ કરેલ હતું, જેને દુર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર દબાણ અંગે આવાસ યોજના વિભાગ દ્વારા અગાઉ તા.૨૩/૦૮/૨૦૨૧ના રોજ રોજકામ કરીને તેમજ તા.૨૯/૧૦/૨૦૨૧ના રોજ આ દબાણ દુર કરવા સુચના આપવામાં આવેલ હતી. ત્યારબાદ તા.૨૪/૦૧૧/૨૦૨૧ના રોજ ફરી ચેકિંગ કરતા આ દબાણ યથાવત હોય, આ દબાણ દુર કરવા ૨ (બે) દિવસની આખરી મહેતલ આપવામાં આવેલી હતી. જે અન્વયે તા.૨૬/૧૧/૨૦૨૧ના રોજ આ દબાણ દુર કરીને ચાલવાની કોમન જગ્યાને ખુલ્લી કરવામાં આવેલ છે.

 

            આ કામે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહની આગેવાની હેઠળ આવાસ યોજના વિભાગના આસી. મેનેજર શ્રી કે. બી. ઉનાવા, ઇન્સ્પેક્ટરશ્રીઓ પ્રફુલભાઈ લીંબાસીયા, ભરતભાઈ પીઠડીયા, વિજયભાઈ જોષી, વિનોદભાઈ ભાલારા ઉપરાંત ટાઉન પ્લાનીંગ વેસ્ટ ઝોન વિભાગના એડીશનલ આસી. એન્જીનીયર શ્રી મુકેશભાઈ, સર્વેયર શ્રી કપીલભાઈ, બાંધકામ વેસ્ટ ઝોન વિભાગના વર્ક આસીસ્ટન્ટ મિલિન્દભાઈ પરમાર અને એમની ટીમ, જગ્યા રોકાણ વિભાગના ઈ.આર.ઓ. શ્રી જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ તેમજ રોશની વિભાગના શ્રી રાજેશભાઈ પટેલ અને એમની ટીમ તેમજ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

(6:07 pm IST)