Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

પેટીસનો લોટ - આઇસ્‍ક્રીમ કેન્‍ડીમાં ભેળસેળ : ચા ભુકીના બે નમૂના લેવાયા

મનપાની ફૂટ શાખા દ્વારા કાન્‍તાસ્ત્રી વિકાસગૃહ રોડ, કોઠારિયા રોડ અને ૮૦ ફુટ રોડ ઉપર ખાણી-પીણીના ૨૦ વેપારીઓને ત્‍યાં ચેકીંગ : શ્રી સમર્પણ યુવા ચેરી. ટ્રસ્‍ટના ફરાળી પેટીસના લોટમાં મકાઇનો સ્‍ટાર્ચ : લોકમેળામાં બોમ્‍બે ફેમસ પ્રીમિયમ આઇસ્‍ક્રીમની કેન્‍ડીમાં મિલ્‍ક ફેટ - ટોટલ સોલીડસનું પ્રમાણ ઓછું નીકળ્‍યું : પારસ દીવાબત્તી બ્રાન્‍ડના ‘ડાલ્‍ડા'ને શુધ્‍ધ ગણાવીને વેચાણ ! :આસનદાસ પેઢી દ્વારા ‘મામા' બનાવવાનો ખેલ

રાજકોટ તા. ૨૬ : શહેરમાં લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતા પેટીસ, ઓન એડીબલ ટીન તથા આઇસ્‍ક્રીમ કેન્‍ડીના લેવાયેલા નમૂના મનપાની લેબ ટેસ્‍ટ બાદ સબ સ્‍ટાન્‍ડર્ડ - મિસ બ્રાન્‍ડેડ જાહેર થયા છે. ફૂડ શાખા દ્વારા કાંતાસ્ત્રી વિકાસ ગૃહ રોડ, કોઠારીયા રોડ, ૮૦ ફુટ રોડ વિસ્‍તારના ૨૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી કરી ૧૫ નમૂનાનું સ્‍થળ ઉપર ચેકીંગ કરાયેલ. આ ઉપરાંત લીમડા ચોક અને ફુલછાબ ચોક ખાતેથી ચાની ભૂકીના બે નમૂના લેવામાં આવ્‍યા હતા.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્યચીજ ફરાળી પેટીસ માટે નો લોટ તથા પારસ દીવાબતી (નોન એડીબલ) (૧૫ કિલો પેક ટીનમાંથી)ના નમૂના તપાસ બાદ રિપોર્ટમાંમિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ છે તથા ગો ફ્રેશ આઇસ્‍ક્રીમ કેન્‍ડી (૬૦ એમએલ પેકડ)નો નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ તથા મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ છે.

જે ફૂડ શાખાએ શ્રી સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્‍ટ -(ઉત્‍પાદન સ્‍થળ) ખોડિયાર કૃપા, ગીતાનાગર શેરી નં.-૬,ᅠ ᅠધર્મજીવન મેઈન રોડ, રાજકોટના ફૂડ બિઝનેસ ઓપરેટર- રાજેશભાઈ અરજણભાઈ સરવૈયા પાસેથી લેવાયેલ ખાધચીજ - ‘ફરાળી પેટીસ માટે નો લોટ'નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાંમકાઇની સ્‍ટાર્ચની હાજરી મળી આવતા મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ છે.

ઉપરાંત જય અંબે એન્‍ટરપ્રાઇઝ -પ્‍લોટ નં. -૧૧-૧૪, ન્‍યુ સોમનાથ ઇન્‍ડ. એરિયા, શેરી નં.-૨, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ ઉત્‍પાદક પેઢીના માલિક આસનદાસ જામનદાસ લાલવાણી પાસેથી જાહેર જનતા ગેરમાર્ગે દોરાય તેવી રીતે ખાધ્‍ય પદાર્થને નોન એડીબલ લેબલ લગાવી વેંચાણ કરતાં ‘પારસ દીવાબતી (નોન એડીબલ) (૧૫ કિલો પેક ટીનમાંથી) (સેમી લીકવીડ)નો નમૂનો લેવામાં આવેલ જે નમૂનો તપાસ બાદ રિપોર્ટમાંફૂડ મટિરિયલ માનવ વપરાશ માટે ન હોય તેવુંડેકલેરેશન, બેચ નંબર, ઉત્‍પાદકનું પૂરૂં સરનામું, નુટ્રિશનલ ઇન્‍ફોર્મેશન, વેજ/નોન વેજ લોગો ફૂડ લાઇસન્‍સ નંબર તથા લોગો દર્શાવેલ ન હોયᅠ મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ છે.

રેસકોર્ષ મેદાનમાંઆયોજિત લોકમેળોં-૨૦૨૨માં ‘બોમ્‍બે ફેમસ- પ્રીમિયમ આઈસક્રીમ' સ્‍ટોલ નં. એકસ-૧૩ માંચેકિંગ દરમિયાન વેચાણ થતાં “Go Fresh” બ્રાંડના વિવિધ પ્રકારના આઈસક્રીમ તથા કેન્‍ડી પર બેચ નંબર, ઉત્‍પાદક તારીખ કે એમઆરપી જેવી કોઈપણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાને લીધે આઇસક્રીમ કપ કુલ ૮૦૦ નંગ, કેન્‍ડી કુલ ૧૦૦૦ નંગ, કોન કુલ ૧૦૦૦ નંગ મળીને આશરે રૂ.૮૦ હજારની કિંમતનો જથ્‍થો સ્‍થળ પર નાશ કરી ફૂડનો પરવાનો રદ કરેલ તેમજ સ્‍ટોલ ધારક હિતેશભાઈ પિયુષભાઈ ધોળકીયા પાસેથી લેવાયેલ ખાધચીજ ‘ગો ફ્રેશ' આઇસ્‍ક્રીમ કેન્‍ડી (૬૦ એમએલ પેકડ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિલ્‍ક ફેટ તથા ટોટલ સોલીડ્‍સનું પ્રમાણ ઓછું હોવાથી તેમજ બેચ નંબર તથા ઉત્‍પાદનની તારીખ દર્શાવેલ ન હોવાથી સબસ્‍ટાન્‍ડર્ડ તથા મિસબ્રાન્‍ડેડ ફૂડ જાહેર થયેલ છે.

નમુનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ૨ નમૂના લેવામાં આવેલ. (૧) ચા ભૂકી (લૂઝ) -સ્‍થળ - મોમાઇᅠ ટી સ્‍ટોલ એન્‍ડ પાન સેન્‍ટર,  સુદર્શન કોમ. કોમ્‍પ્‍લેક્ષ ગ્રા. ફલોર શોપ નં.૯, લીમડા ચોક, રાજકોટ.(૨) ચા (પ્રિપેર્ડ લૂઝ) -સ્‍થળ - ખોડિયાર ટી ્રૂ પાન, ફૂલછાબ ચોક, સદર બજાર,ᅠ ᅠ ᅠરાજકોટ.

ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે કાન્‍તાસ્ત્રી વિકાસગૃહ રોડ, કોઠારીયા રોડ, ૮૦ ફૂટ રોડ વિસ્‍તારમાંઆવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાંકુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, દૂધની બનાવટ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૫ નમૂનાનું સ્‍થળ પર ચેકિંગ કરવામાં આવેલ.

(3:32 pm IST)