Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

દેવભૂમિ દ્વારકાના વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ અને તેના પતિ રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા

IOCL વાડીનાર ખાતે બાઉન્‍ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્‍ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે લાંચ માગી હતી : રાજકોટની હોટેલમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવી : અગાઉ ઘરવખરી, ત્રણ મોબાઇલ ફોન, પ૦ હજાર રોકડા લઇ લીધા હતાં: વધુ ૪ લાખ અને આઇફોન માંગ્‍યા હતાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : ᅠ એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના IOCL વાડીનાર ખાતે બાઉન્‍ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્‍ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના પતિને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ ફરીયાદી પાસે આરોપી હુશેનાબાનુ અબ્‍બાસભાઈ સંઘાર, સરપંચ (પદાધિકારી) વાડીનાર ગ્રામ પંચાયત તા.ખંભાળિયા જી. દેવભૂમિ દ્વારકા અને ડો.અબ્‍બાસ ઇબ્રાહીમભાઇ સંઘાર, (મહિલા સરપંચના પતિએ IOCL વાડીનાર ખાતે બાઉન્‍ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્‍ટ કરવા માટેનું કામ મળેલ હોય, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ ફરીયાદી પાસે રૂ.૪,૦૦,૦૦૦ તથા ઘરવખરીનો સામાન, ૩-મોબાઇલ તથા બે આઇફોનની માંગણી કરી હતી.
જે પૈકી ઘરવખરીનો સામાન તથા બે સેમસંગ તથા એક નોકીયા મળી ૩ મોબાઇલ ફોન તથા રૂા. ૫૦,૦૦૦ રોકડા અગાઉ ફરીયાદી તથા ફરીયાદી સાથે કામ કરનાર અન્‍ય વ્‍યક્‍તિ પાસેથી સ્‍વીકારી લીધા હતાં અને બાકીની રકમ રૂ.૩,૫૦,૦૦૦ તથા બે આઇ ફોન પૈકી રૂ.૧,૫૦,૦૦૦ રાજકોટ આપવાનો વાયદો કરેલ હતો.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આ ફરીયાદ આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન રાજકોટની સરોવર પોર્ટિકો હોટેલ ખાતે કર્યુ હતું. તે અંતર્ગત સરપંચ વતી તેના પતિએ ફરીયાદી પાસેથી લીમડા ચોકની સરોવર પોર્ટિકો હોટેલ ખાતે રૂા.૧,૫૦,૦૦૦ની લાંચની રકમᅠ સ્‍વીકારતાં રાજકોટ શહેર એસીબીના ટ્રેપીંગ અધિકારી પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા તથા ટીમે મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપરવિઝનમાં કરી હતી.

 

(11:00 am IST)