Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કોઠારીયા સરકારી ખરાબામાં મોબાઇલ કંપનીનો ટાવર ઉભો થઇ ગયો : મામલતદારે નોટીસ ફટકારી

મામલતદાર દ્વારા બંને પાર્ટી સામે લેન્‍ડગ્રેબીંગ કરવા અંગે કાર્યવાહી શરૂ : ૩૦૦ મીટરની ઓરડી ઉભી કરી મોબાઇલ કંપની પાસેથી ભાડૂ વસુલાતુ હતુ

રાજકોટ, તા. ર૮ : કોઠારીયા સર્વેના ૩પર સરકારી ખરાબામાં એક ચોંકાવનારૂ દબાણ બહાર આવતા મામલતદાર કથીરીયાએ તાકિદે પગલા ભરી મોબાઇલ કંપની માટે ટાવર ઉભો કરનાર પાર્ટીને અને આ દબાણ કરી જગ્‍યા ભાડે આપી મોબાઇલ કંપની પાસેથી ભાડુ વસુલનાર પાર્ટી બંનેને નોટીસો ફટકારી લેન્‍ડગ્રેબીંગ સુધીની કાર્યવાહી કરવા અંગે અને કલેકટરને રીપોર્ટ કરવા અંગે તપાસ હાથ ધરી છે.
મામલતદાર કચેરીના સૂત્રોના કહેવા મુજબ ઉપરોકત સરકારી ખરાબામાં ૩૦૦ મીટર જેટલી જગ્‍યામાં દબાણ કરી મોટી ઓરડી બનાવી ત્‍યાં એરટેલ કંપનીનો ટાવર ઉભો કરી દેવાયો હતો, મામલતદારે તપાસ કરી કલમ ર૦ર મુજબ દબાણ કરી ભાડુ વસુલનાર ભગવાનજી ધાંગ્રાને નોટીસ ફટકારી છે, આ નોટીસના જવાબમાં ભગવાનજી ધ્રાંગ્રાએ એવું જણાવેલ કે કૃષિ પ્રસાદ કો.ઓપ. હાઉસીંગ સોસાયટીના પ્‍લોટ નં. ૧પ ની આ ૮૦ ચો.મી. જમીન અમારી છે, પરંતુ મામલતદારની તપાસમાં સરકારી ખરાબો જણાયો છે, આથી ડીઆઇએલઆરને માપણી સહિતની બાબતનો રીપોર્ટ કરવા તાકિદ કરાઇ છે.

 

(2:37 pm IST)