Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પુષ્કરધામ રોડ આશાપુરા હોટેલ પાછળથી અડધા લાખનો દારૂ ભરેલી રિક્ષા પકડાઇ

ક્રાઇમ બ્રાંચના બી. જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલની કામગીરી

રાજકોટ તા. ૨૭: પુષ્કરધામ રોડ પર આશાપુરા હોટલ પાછળથી ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂનો જથ્થો ભરેલી રિક્ષા પકડી લીધી હતી. જો કે ચાલક ભાગી ગયો હતો.

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કોન્સ. ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી વોચ રાખવામાં આવતાં જીજે૦૩એયુ-૨૪ નંબરની રિક્ષાનો ચાલક પોલીસને જોઇ રિક્ષા મુકી ભાગી ગયો હતો. રિક્ષામાં પાછળની સીટીમાં રૂ. ૪૮૦૦૦નો ૧૨૦ બોટલ દારૂ મળતાં તે તથા ૫૦ હજારની રિક્ષા કબ્જે કરવામાં આવ્યા હતાં.

સીપી, જેસીપી, ડીસીપી, એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ, યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને ચેતનસિંહે આ કામગીરી કરી હતી. ભાગી ગયેલા ચાલકની શોધખોળ થઇ રહી છે.

માલવીયા ચોકમાંથી અમદાવાદના બે શખ્સ દારૂ સાથે પકડાયા

એ-ડિવીઝનના એએસઆઇ એચ. આર. ચાનીયા, હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે પેટ્રોલીંગ દરમિયાન માલવીયા ચોક પેટ્રોલ પંપ નજીકથી કીયા કાર જીજે૨૭ડીબી-૬૯૯૯માં દારૂની એક બોટલ સાથે નીકળેલા વિશાલ ધીરેન્દ્રકુમાર શેઠ (ઉ.૪૭-રહે. શિવાલીક બંગલોઝ, સેટેલાઇટ ચાર રસ્તા અમદાવાદ) તથા પારસ રણજીતભાઇ ગજ્જર (ઉ.૩૯-રહે. રાણીપ સ્વામિનારાયણ પાર્ક વી-૫૧૦, અમદાવાદ)ની ધરપકડ કરી કુલ ૫,૦૦,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(3:59 pm IST)