Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજસ્થાન જોધપુરના બૂટલેગર મહિપાલને રાજકોટ પોલીસ કમિશનરે પાસામાં ધકેલ્યો

ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની ટીમે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૨૭: દારૂના ગુનામાં સામેલ મુળ રાજસ્થાનના શખ્સને પાસા તળે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વડોદરા જેલહવાલે કર્યો છે. ડીસીબી પોલીસના દારૂના બે ગુના અને બનાસકાંઠાના દારૂના એક ગુનામાં સામેલ મહિપાલ નંદુરામ ઢાઢી (ઉ.૨૮-રહે. મકાન નં. ૧૫૬, રાજીવનગર-બી, મહા મંદિર જોધપુર રાજસ્થાન)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવતાં શ્રી અગ્રવાલે મંજુર કરતાં એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી વડોદરા જેલહવાલે કર્યો હતો.

(2:53 pm IST)