Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજકોટ - ઉના રૂટની ઍસ.ટી. બસના ચાલકનો વિદ્યાર્થીને હડફેટે લેવાના કેસમાં નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ૨૭ : રાજકોટ શહેરના ભકિતનગર પોલિશ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ - ઉના રૂટની એસ. ટી. બસ દ્વારા રાજકોટમાં સ્કૂલની વિદ્યાર્થીને એકિટવા સાથે હડફેટે લેવાના બનાવમાં એસ.ટી. બસના ચાલક વિરૂદ્ઘ ફરિયાદ થયેલ હોય જે બનાવનો કેશ ચાલી જતાં એસ.ટી. બસના ચાલક નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

ફરિયાદ પક્ષના કેસ મુજબ બનાવ તા. ૧૬/૦૪/૨૦૧૮ ના રોજ કલાક ૧૬.૧૫ વાગ્યાના સુમારે આ કામના ફરિયાદી એકિટવા મો.સા.નં.- GJ-03-JS 6034 વાળું લઈ પોતાની સ્કુલ વી.કે.કે.એમ. સાયન્સ સ્કુલ માથી લેકચર પૂરા કરીને સાંજે ઘરે જવા માટે નિકળેલ તે સમયે સ્કૂલના ગેઈટ પાસે એકિટવા ચલાવીને જતાં હોય તે વખતે એસ. ટી. બસ નં.-GJ-18-Y-8320 ના ચાલકે બસ ઝડપથી બેદરકારી રીતે ચલાવી ફરિયાદીને પાછળથી હડફેટે લઈ ફરિયાદીને માથામાં તથા શરીરે ઇજા કરી ફરિયાદીના મોટરસાઇકલમા નુકશાન કરી ગુન્હો કરેલ હોય, જે મતલબની ફરિયાદી ફરેયાદ આપતા ભકિતનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધીને એસ. ટી. બસ ચાલકની ધરપકડ કરીને, પોલીસ તપાસ કરીને, એસ. ટી. બસ ચાલક વિરુદ્ઘ આઈ. પી. સી. કલમ - ૨૭૯, ૩૩૭ તથા મોટર વ્હીકલ એકટની કલમ - ૧૭૭, ૧૮૪ મુજબના ગુન્હા સબબનું ચાર્જશીટ  કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ.

બનાવમાં ફરિયાદીના એકિટવા વાહનમાં આગળના ભાગે નુકશાન થયેલ છે જયારે એસ.ટી. બસના પાછળના ભાગે નુકશાન થયેલાનું જણાય આવે છે, જેથી એસ.ટી. બસના ચાલકે ફરિયાદીના એકિટવા પાછળથી હડફેટે લીધેલાની વાત શંકા ઉત્પન્ન કરે છે, બનાવ સબંધે બનાવ શંકાસ્પદ જણાય આવે છે વગેરે જેવી દલીલો કરતાં કોર્ટે તે દલીલો માન્ય રાખીને રાજકોટ - ઉના રૂટની એસ. ટી. બસ દ્વારા રાજકોટમાં સ્કૂલની વિદ્યાર્થીને એકિટવા સાથે હડફેટે લેવાના બનાવમાં એસ.ટી. બસના ચાલકને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે એસ.ટી. બસના ચાલક તરફે રાજકોટના એડવોકેટ રાહુલ બી. મકવાણા, અશ્વિન ડી. પાડલીયા, હિતેષ આર. ભાયાણી રોકાયેલ હતા.

(4:01 pm IST)