Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

જૈનોના ચારેય ફીરકાના સાધુ-સાધ્‍વીજીઓ તથા જરૂરીયાતમંદ દર્દીઓ માટે વર્ધમાન ચેરી.ટ્રસ્‍ટ દ્વારા

વૈશાલીનગરમાં મેડીકલ અને વૈયાવચ્‍ચ સેન્‍ટર કાર્યરતઃ પૂ.ધીરગુરૂદેવની પ્રેરણા

પેથોલોજી, યુરોલોજી, સોનોગ્રાફી, ઓર્થોપેડીકનો લાભઃ નાક-કાન-ગળાના ડોકટરો-જનરલ ફીઝીશ્‍યનની સેવા

રાજકોટ, તા.,૨૭: આરુગ્‍ગ બોહિલાભંના શુભ ઉદેશ સાથે ગોડલ સંપ્રદાયના પરમ શ્રધ્‍ધેય પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુતિ મ.સા. ની પ્રેરણાથી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્‍ટ  દ્વારા પ વેશાલીનગર, વેસ્‍ટ સાઈડ સામે, રૈયા રોડ,  ખાતે જશ-પ્રેમ-ધીર સંકુલ  અંતર્ગત તાજેતરમાં માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી, શ્રીમતી કુંદનબેન નવીનભાઈ દોશી મેડીકલ અને વૈયાવચ્‍ચ સેન્‍ટરનો પ્રારંભ થયો છે.
સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં લગભગ ૧૦૦ થી વધારે પંચમહાવ્રતધારી સંત-સતીજીઓ શારીરિક અવસ્‍થાને કારણે બિરાજીત હોય છે. તેઓને તેમજ જરૂરીયાતમંદ લોકોને આરોગ્‍ય વર્ધક સુવિધાનો લાભ મળે અને સર્વજન હિતાય સર્વજન સુખાય બની રહે તેવા શુભાશયથી પ્રથમવાર જ મેડીકલ અને વૈયાવચ્‍ચ સેન્‍ટર દાનવીરોના સહયોગથી નિર્માણ થવા પામ્‍યું છે.
મેડીકલ અને વૈયાવચ્‍ચ સેન્‍ટરમાં જૈનોના ચારેય ફીરકાઓના સાધુ-સાધ્‍વીજી ભગવંતો તથા સમસ્‍ત જન સમાજ, જરૂરીયાતમંદ દર્દીઓની નિદાન સાથે સારવાર કરવામાં આવી રહી છે. જરૂરીયાતમંદ દર્દીઓ તથા દરેક સમાજના લોકોને અત્‍યંત રાહત દરે નિદાન-સારવારની સેવાઓ ઉપલબ્‍ધ છે. વૈશાલીનગર, સુભાષનગર, ગાંધીગ્રામ સહિતના જરૂરીયાતમંદ દર્દીઓ નિસ્‍વાર્થ ભાવે શરૂ કરાયેલી મેડીકલ સેવાનો લાભ લઈ શકે છે.
મેડીકલ સેન્‍ટરમાં કાન,નાક, ગળાના દર્દીઓ માટે ડોક્‍ટરોની સેવા ઉપલબ્‍ધ છે. જનરલ -ફીઝીશીયન દ્વારા સામાન્‍ય રોગો માટે સલાહ, નિદાન અને સારવાર અપાશે. તેમજ પેથોલોજી, યુરોલોજી, ડરમેટોલોજી, સોનોગ્રાફી, એક્‍સ રે, ઓર્થોપેડિક જેવી સેવાઓ કાર્યરત છે. મેડીકલ સેન્‍ટરમાં બિમાર સાધુ-સાધ્‍વીજીઓ માટે સ્‍પેશ્‍યલ ૨ ઈમરજન્‍સી રૂમ રખવામાં આવેલ છે. જેમાં સાધુ કે સાધ્‍વીજીઓની નિષ્‍ણાંત ડોક્‍ટોરો દ્વારા સારવાર કરી શકાય તેવી અધતન ઉપકરણો સાથેની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.
મેડીકલ સેન્‍ટરના ડાયરેક્‍ટર ડો. સંજય શાહે જણાવ્‍યું કે આ સેન્‍ટરમાં દરેક મેડીકલ સાધનો અદ્યતન છે. દરેક ચિકિત્‍સાના વિભાગો છે. લેબોરેટરી છે.  અઠવાડીયે બે કલાક વિવિધ રોગોના જાણીતા ડોકટરો સેવા  આપશે.
મેડીકલ સેન્‍ટર સાથે સાધુ-સાધ્‍વીજીઓ માટે ઉપાશ્રય તથા આયંબિલ ભવન પણ છે. પૂ. સાધુ-સાધ્‍વીજીઓ પોતાના સંયમ જીવનને જાળવીને મેડીકલ સારવારનો લાભ લઈ શકશે.
નવ નિમિત મેડીકલ અને વૈયાવચ્‍ચ સેન્‍ટરના નિર્માણમાં પૂ. ધીરજમુનિ મ. સા. ની પ્રેરણાથી દાતાઓ મન મુકીને વરસ્‍યા છે અને જશ-પ્રેમ-ધીર સંકુલ અંતર્ગત મેડીકલ સેન્‍ટરના નિર્માણમાં જામનગર નિવાસી (હાલ મુંબઈ) માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી તથા શ્રીમતી કુદનબેન નવિનચંદૂ દોશી પરિવાર વિવિધ વિભાગો જેવા કે પેથોલોજી વિભાગના દાતા કાંતાબેન જયાશંકર મહેતા, ઈએનટી વિભાગના તારાબેન જયંતિલાલ વાધર વેઈટીંગ લોન્‍જના દાતા સ્‍વ. ભારતીબેન ભુપતભાઈ વિરાણી પરિવાર, એક્‍સ રે વિભાગના દાતા વનિતાબેન વ્રજલાલ મહેતા પરિવાર, સોનોગ્રાફી વિભાગના દાતા ડો.હર્ષદભાઈ તથા ચેતનાબેન સંઘવી પરિવાર, ફીઝીશીયન વિભાગના દાતા સવિતાબેન મહેન્‍દ્રકુમાર મહેતા, યુરોલોજી વિભાગના દાતા જયાકુંવર તથા નાનજીભાઈ ઠાકરશી મોદી તથા જયશ્રી રમેશ મોદી પરિવાર, ફ્‌લોર મેનેજર વિભાગના દાતા હષીબેન અને શરદભાઈ શેઠ, વિવિધલક્ષી હોલના દાતા રાજેશ, નિખિલ દફતરી, તથા સનીલ મયુરભાઈ અને દોશી વીણાબેન ભુપતલાલ ખેતાણી વગેરે, વૈયાવચ્‍ચ કક્ષના દાતા રંજનબેન ભરતકુમાર શેઠ તથા ચંપકલાલ છગનલાલ વિરાણી, લીફટના દાતા લલિતાબેન હરસુખલાલ કામદાર, આરુગ્‍ગ બોહિલાભં સૂત્રના દાતા કિશોરભાઈ પી. કોરડીયા વગેરે છે.
મેડીકલ સેન્‍ટરની યોજના તથા વૈેયાવચ્‍ચ સેન્‍ટરની વિશેષ વિગતો માટે મો. નં. ૯૯૭૯૨ ૩૨૩૫૭ અથવા ૯૮૨૪૨ ૩૩૨૭૨ નો સંપક કરવા યાદીમાં જણાવાયું છે.

 

(3:23 pm IST)