Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

શાપર - વેરાવળ પોલીસે રીક્ષામાં વિદેશી દારૂના જથ્‍થા સાથે રાજકોટના ત્રણને ઝડપી લીધા

રામદેવ કુગશીયા, અજય સેદરવા તથા કિશન ચૌહાણની ૧.૧૨ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

રાજકોટ તા. ૨૭ : શાપર - વેરાવળ પોલીસે ઢોલરા ગામ પાસે રીક્ષામાં વિદેશી દારૂના જથ્‍થા સાથે નીકળેલ રાજકોટના ત્રણ શખ્‍સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્‍ત વિગતો મુજબ શાપર-વેરાવળના પીએસઆઇ એસ.જે.રાણા તથા પો.કોન્‍સ. યોગીરાજસિંહ જાડેજા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ઢોલરા ગામ પાસે શંકાસ્‍પદ હાલતમાં નીકળેલ સીએનજી રીક્ષા નં. જીજે૦૩બીએકસ-૫૬૧૭ને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ ૩૬ કિં. ૧૨,૬૦૦નો જથ્‍થો મળી આવતા રીક્ષા સહિત કુલ ૧.૧૨ લાખના મુદ્દામાલ સાથે રીક્ષાચાલક રામદેવ ઉર્ફે લાલો નાનજીભાઇ કુગશીયા રહે. કોઠારીયા સોલવન્‍ટ ત્રણ માળીયા કવાર્ટર બ્‍લોક નં. ૩૩ રૂમ નં. ૩૯૪ રાજકોટ તથા રીક્ષામાં બેઠેલા અજય ભીમાભાઇ સેંદરવા રે. કોઠારીયા સોલવન્‍ટ ત્રણ માળીયા કવાર્ટર પાસે નાગબાઇપરા શેરી નં. ૫, રાજકોટ અને કિશન રમેશભાઇ ચૌહાણ રહે. ગોંડલ રોડ સીલ્‍વર પંપ કારખાનાની ઓરડીમાં રાજકોટની ધરપકડ કરી હતી.

(12:23 pm IST)