Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પંચનાથ પ્‍લોટમાં ઝરીવાલા ડેલામાં ચિરાગ ઉર્ફ ઢાંઢાના ઘરમાં દારૂની મહેફીલમાં પોલીસે ભંગ પાડયોઃ ૮ પકડાયા

૨૬મી જાન્‍યુઆરીએ એક મિત્રનો બર્થડે હોઇ ઉજવણી માટે છાંટાપાણીનું આયોજન કર્યુ'તું : ચિરાગના મિત્ર જુના હુડકો ક્‍વાર્ટરના જયરાજસિંહનો જન્‍મદિવસ હતોઃ આ બંને તેમજ રાજેન્‍દ્રસિંહ ઉર્ફ કાનો, ઉદિત ઉર્ફ બાવલો, પંકજ, ભાવિન, સમ્‍યક અને સંકેતને પકડયાઃ દારૂ-બાઇટીંગ પણ કબ્‍જે : પીઆઇ એમ. જે. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એ. એ. ખોખર, યુવરાજસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, મહમદઅઝહરૂદ્દીન બુખારી સહિતનો દરોડો

રાજકોટ તા. ૨૭: શહેરના પંચનાથ પ્‍લોટ-૧૪માં આવેલા ઝરીવાલા ડેલા તરીકે ઓળખાતા ડેલામાં રહેતાં ચિરાગ ઉર્ફ ઢાંઢો નામના શખ્‍સે ૨૬મી જાન્‍યુઆરીની સાંજે પોતાના ઘરમાં મિત્રના બર્થડે નિમીતે દારૂની મહેફીલ યોજતાં પ્ર.નગર પોલીસને બાતમી મળી જતાં દરોડો પાડી ચિરાગ, બર્થડે બોય હુડકોના યુવાન સહિત ૮ને દારૂની મહેફીલ માણતા પકડી લઇ લોકઅપની હવા ખવડાવી હતી. આ શખ્‍સો પાસેથી થોડો દારૂ પણ મળ્‍યો હોઇ તે તથા બાઇટીંગના પેકેટ પણ કબ્‍જે લેવામાં આવ્‍યા હતાં.

પ્ર.નગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, મહમદઅઝહરૂદ્દીન બુખારીને માહિતી મળી હતી કે પંચનાથ પ્‍લોટ-૧૪માં આવેલા ઝરીવાલા ડેલાની અંદરના મકાનમાં રહેતાં ચિરાગ ઉર્ફ ઢાંઢાએ બહારથી લોકો ભેગા કરી દારૂની મહેફીલ માંડી છે. આથી ત્‍યાં પહોંચી ડેલાની અંદર જતાં સીડી નીચેના ચિરાગના રૂમનો દરવાજો બંધ હોઇ તે ખખડાવતાં એક શખ્‍સે દરવાજો ખોલ્‍યો હતો. તેની પુછતાછ કરતાં પોતાનું નામ ચિરાગ ઉર્ફ ઢાંઢો મહેશભાઇ ચોૈહાણ (ઉ.૨૭) હોવાનું અને પોતે અહિ જ રહેતો હોવાનું તથા પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું કહ્યું હતું. ચિરાગની જીભ થોથવાતી હોઇ પુછતાછ કરતા દારૂ પીધાનું કહ્યું હતું.

પોલીસે અંદર તપાસ કરતાં બીજા સાત શખ્‍સો પણ દારૂની મહેફીલ માંડી બેઠેલા જોવા મળ્‍યા હતાં. કુંડાળા વચ્‍ચે આઠ પ્‍લાસ્‍ટીકના ખાલી ગ્‍લાસ તથા દારૂની બોટલ જોવા મળી હતી. જેમાં આશરે ૨૦૦ એમએલ જેટલો દારૂ હતો. તે તથા વેફર, વટાણા, મગદાળના પેકેટ મળતાં કબ્‍જે કર્યા હતાં. પોલીસે ચિરાગ તથા તેના મિત્રો રાજેન્‍દ્રસિંહ ઉર્ફ કાનો હરદેવસિંહ જાડેજા (ઉ.૨૮-ધંધો-ક્રિકેટર, રહે. જુના હુડકો-૩૫, અરવિંદભાઇ મણીયાર ક્‍વાર્ટર નં. ૬૨ કોઠારીયા રોડ), ઉદિત ઉર્ફ બાવલો રમેશભાઇ સવાણી (ઉ.૨૧-ધંધો કેટરર્સનો, રહે. અરવિંદભાઇ  મણિયાર હુડકો કર્વ્‍ટાર નં. ૨૬), પંકજ સુનિલભાઇ મોરીયા (ઉ.૨૩-અભ્‍યાસ, રહે. લક્ષ્મીનગર-૩ ત્રિશુલ કોચ પાસે), ભાવિન રાજેશભાઇ સોલંકી (ઉ.૨૨-ધંધો પ્રાઇવેટ નોકરી, રહે. જુનો હુડકો ક્‍વાર્ટર અરવિંદભાઇ  મણિયાર ક્‍વાર્ટર-નં. ૭૪), જયરાજસિંહ જયદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૨-અભ્‍યાસ, રહે. અરવિંદભાઇ  મણિયાર હુડકો ક્‍વાર્ટર નં. ૧૫), સમ્‍યક યતિનભાઇ કટારીયા (ઉ.વ.૨૨-અભ્‍યાસ, રહે. નિર્મલા કોન્‍વેન્‍ટ સામે, તિરૂપતિનગર-૨ સવન રેસિડેન્‍સી ફલેટ નં. એ-૨૦૩) તથા સંકેત કિરીટભાઇ ખંધેડીયા (ઉ.૨૨-અભ્‍યાસ, રહે. અયોધ્‍યા ચોક ૧૫૦ રીંગ રોડ શારદા સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટ-૨૦૧) પણ દારૂ પીધેલા હોઇ તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ગઇકાલે જયરાજસિંહનો બર્થ ડે હોઇ આઠેય મિત્રોએ ભેગા મળી પ્‍લાન ઘડી  ચિરાગના ઘરે દારૂની બોટલ સાથે ભેગા થઇ મહેફીલનું આયોજન કરી ગુનો આચર્યાનું પોલીસે નોંધ્‍યું છે. પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એ. એ. ખોખર, યુવરાજસિંહ, અનોપસિંહ, મહાવીરસિંહ, મહમદઅઝહરૂદ્દીન સહિતના સ્‍ટાફે આ કામગીરી કરી હતી.

(3:33 pm IST)