Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

બી.ફાર્મમાં પ્રશાંત નગરિયાનો ડંકો

રાજકોટ તા. ર૭: સામાજિક, ઇન્‍ડસ્‍ટ્રીયલ તથા રાજકીય ક્ષેત્રે નામના ધરાવતા રમેશભાઇ દેવશીભાઇ નગરીયા (આર.ડી.નગરીયા) ના પુત્ર પ્રશાંત નગરિયા મારવાડી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં 8 માં સેમેસ્‍ટરમાં અભ્‍યાસ કરી રહ્યા છે. જેઓએ તાજેતરમાં જ 7 માં સેમેસ્‍ટર માં 9.64 SGPAે સાથે પ્રથમ ક્રમ હાંસલ કરી, મારવાડી યુનિવર્સિટીમાં ટોપ કરી, શિક્ષણ જગતમાં પણ ડંકો વગાડયો છે, તે સાથેજ તેઓ તેમના પપ્‍પાના આદર્શો પર ચાલી રાજકીય અને સામાજિક કાર્યોમાં પણ હર હંમેશ પોતાની ફરજ નિભાવે છે. તેઓ આ સિદ્ધિ માટે તેમના માતા પિતા, બહેન શ્રી, તેમજ મારવાડી યુનિવર્સિટી અને તેમના શિક્ષકોને શ્રેય આપી રહ્યા છે. તેમની આ સિદ્ધિ માટે તેઓને સામાજિક રાજકીય આગેવાનો તથા મિત્ર મંડળ માંથી બધા શુભેચ્‍છાઓ પાઠવે છે.

(3:51 pm IST)