Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ઉછીની રકમ લઇને આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૨૭: વેપારી પાસેથી હાથ ઉછીની લીધેલ રકમ સંબંધે આપેલ ચેક પરત ફરતા આરોપીને અદાલતે એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી ચંદુભાઇ છગનભાઇ રાદડીયા, રહે. રાજકોટ વાળાની ફરીયાદની ટુંકમાં હકીકત જોવામાં આવે તો રાજકોટના રહીશ જેન્‍તીભાઇ અરજણભાઇ રાદડીયા (આરોપી)એ ફરીયાદી પાસેથી આર્થિક સંકળામણમાં હોવાના બહાના તળે રૂા.૫,૫૦,૦૦૦/ અંકે રૂપીયા પાંચ લાખ પચાસ હજાર પુરા જેવી રકમ હાથ ઉછીની લીધેલ હતી. જે રકમ ફરીયાદીએ આરોપી પાસેથી પરત માંગતા આરોપી જેન્‍તીભાઇ અરજણભાઇ રાદડીયા દ્વારા પોતાના ખાતા કે જે આઇ.સી. આઇ. સી. આઇ. શારદાબાગ રાજકોટ બ્રાંચના ખાતાનો ચેક ફરીયાદીને આરોપીએ આપેલ ચેક વસુલ લેવા માટે પોતાના ખાતા ડીસ્‍ટ્રીકટ કો.ઓપ.બેન્‍ક લી.માં નાખતા આરોપીએ આપેલ ચેક ‘અપુરતુ ફંડ' હોવાના કારણોસર પરત ફરેલ હતો જેથી તે સંબંધે ફરીયાદીએ પોતાના એડવોકેટશ્રી મારફત આરોપીને કાનુની નોટીસ પાઠવેલ હતી ને તેમ છતા તેવી કાયદેસરની લેણી રકમ આરોપીએ ફરીયાદીને પરત ન ચુકવતા ફરીયાદી દ્વારા રાજકોટના જે.એમ.એફ.સી.ની કોર્ટ સમક્ષ ધી નોગેશીએબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફરીયાદ કોર્ટ સમક્ષ ચાલી જતા ફરીયાદ પક્ષે રજુ થયેલ પુરાવાઓ, ફરીયાદી તથા તેમના સાક્ષીઓની જુબાની ધ્‍યાને લઇ તેમ જ ફરીયાદી એડવોકેટશ્રી દ્વારા રજુ રાખવામાં આવેલ. સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇ આરોપીને ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટ તથા ક્રીમીનલ પ્રસીજર કોડની કલમ - ૨૫૫ (ર) તથા કલમ - ૩૫૭ (૩) હેઠળ તકશીરવાન ઠેરવી એક વર્ષ કેદની સજાનો હુકમ ફરમાવેલ અને આરોપીએ ફરીયાદીને વળતર પેટે રકમ રૂા.પ,પ૦,૦૦૦/ અંકે રૂપીયા પાંચ લાખ પચાસ હજાર પુરા દીવસ - ૬૦માં ચુકવી આપવા અને જો તેવી રકમ ચુકવવામાં આરોપી કસુર કરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો.

સદરહું કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ આનંદ બી. જોષી, જતીન વી.ઠક્કર, વિપુલ ટી.પંડયા, સંદીપ ડી. પાનસુરીયા, દેવાંગ વી.ભટ્ટ તથા હીત આર.અવલાણી રોકાયેલા હતા.

(3:57 pm IST)