Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ધોરાજી-જેતપુર હાઇ-વે ઉપર કાર હડેફેટે બાઇક : ૨ યુવકો ગંભીર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૭ : ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે વછરાજ હોટલ પાસે ફોરવીલ કાર ચલકે મોટરસાયકલને હડફેટે લેતા બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. તાત્‍કાલિક ૧૦૮ ના માધ્‍યમ દ્વારા ધોરાજી સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે  પૂર ઝડપે આવી રહેલ કાર એ પેટ્રોલ પંપ માંથી બહાર નીકળેલા મોટરસાયકલ ચાલકને હડફેટે લઈ લીધા . ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે ઉપરોક્‍ત બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે

(3:58 pm IST)