Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

બાળમુમુક્ષુ પ્રશમ વારીઆ પ્રવજયા અંગીકાર કરશે

કુલ ૭૦ પૈકી ૩૩ કોર્પોરેટરો ગેરહાજર : શ્રી દ્વારિકા નેમિજિન તીર્થ બાવન જિનાલય ખાતે તા.૨૨ ફેબ્રુઆરીએ આયોજન

રાજકોટ, તા.૨૭: દેવભૂમિ દ્વારકામાં શ્રી દ્વારિકા નેમિજિન તીર્થ બાવન જિનાલય ખાતે શ્રી પ્રેમ-અમૃત વિહારના પ્રાગણે અંજન - પ્રતિષ્‍ઠા - પદ પ્રદાન - પ્રવજયા પ્રદાન સ્‍વરૂપ નવન્‍હિકા ઉત્‍સવ અંતર્ગત તા.૨૨ ફેબ્રુઆરીના રોજ પોરબંદર નિવાસી બાલ મુમુક્ષુ પ્રશમ જિતેશભાઇ વારીઆ (ઉ.વ.૯)નો પ્રવજયા મહોત્‍સવ ઉજવાશે.

દિક્ષા મહોત્‍સવ અંતર્ગત તા.૨૧ ફેબ્રુઆરીના રોજ વર્ષીદાનનો વરઘોડો તથા વિદાય સમારંભ પૂ.ગુરૂભગવંતોની પાવન નિશ્રામાં ઉજવાશે. વારીઆ પરિવારમાં આ ચોથી પ્રવજયા થશે. આ પ્રસંગે પ.પૂ. પંન્‍યાસશ્રી હર્ષશેખ વિ.મ.સા.ને આચાર્ય પદ તથા પ.પૂ.મુનિશ્રી હેમરતિ વિ.મ.સા.ને ગણિપદ પ્રદાન કરાશે. પ્રશમની દિક્ષાની સાથે બાલમુમુક્ષુ આસ્‍થા પરેશભાઇ દલવી તથા મુમુક્ષુ જયોતિબેન મુલચંદભાઇ મારૂને પણ પ્રવજયા પ્રદાન કરાશે. આ પ્રસંગે વિધિકાર શાકેશભાઇ (અમદાવાદ) તથા સંગીતકાર અંકુરભાઇ (સુરત) પધારશે.

પોરબંદરમાંથી અનેક દિક્ષાઓ થઇ છે, પણ ૧૦ વર્ષથી નીચેની ઉમરની દિક્ષા સૌ પ્રથમવાર થશે. પોરબંદર ખાતે પણ દિક્ષાર્થીનો વર્ષીદાનનો વરઘોડો ત્‍યારબાદ બેઠુ વર્ષીદાન, સ્‍વામીવાત્‍સલ, સાંજી તથા વિદાય સમારોહ તા.૧૨ ફેબ્રુઆરીને રવિવારે યોજાશે.

જયારે તા.૧૬ ફેબ્રુઆરીએ છ‘રિ પાલિત સંઘ, પૂ. ગુરૂભગવંતો- મુમુક્ષુઓનો બાવન જિનાલયના પરમાત્‍માઓનો ભવ્‍ય પ્રવેશ બાદ કુંભ સ્‍થાપન, અંજનશલાકા સહિતના પૂજનો યોજાશે. ઉપરાંત તા.૨૦ ફેબ્રુઆરીએ બપોરે ૩ કલાકે શ્રમણવેષને વધામણા રજોહરણ વધામણા રાત્રે ૮ કલાકે, સંયમ સરગમ સંયમભકિતનું આયોજન કરાયુ છે.

(4:25 pm IST)