Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સગીરાને ભગાડી જઇને દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા.૨૭: ૧૫ વર્ષની સગીરાને ૨૬ વર્ષનો સુનીલ નથુભાઇ ભગાડી જઇ શરીર સંબંધ બાંધવાના પોકસોના કેસમાં આરોપીની છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટના ભીચરી ગામ પાસે ઇટોના ભઠામાં સગીરાના માતા-પિતા મજુરી કામ કરવા પોતાના વતનથી આવેલા હોય અને પરીવાર સાથે ત્યાં રહેતા હતા તે સમય દરમ્યાન આરોપી સુનીલ નથુભાઇ બથવાર (..૨૬) રહે. નાની મોલડી, તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર વાળાએ તેના ગામની ભોગ બનનાર સગીરા ...૧૫ વાળીને લગ્નની લાલચ આપી તા.-૧૨-૨૦૨૧ના રોજ સગીરાને તેના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઇ જઇ હળવદના ઇશ્વરીયા ગામના ખેડુતની વાડીમાં ખેતમજુર તરીકે આરોપી તથા ભોગ બનનાર રહી ગયેલ અને વાડીએ ઝુંપડામાં પતિ-પત્નિ તરીકે  જીવન જીવવા લાગેલા અને સાથે રહેતા હતા અને ઝુપડામાં આરોપીએ રાત્રીના સમયે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો.

કામે આરોપીની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં આવેલ પોલીસ તપાસ બાદ તપાસ કરનાર અમલદારે આરોપી સામે રાજકોટ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને આરોપી સામે ચાર્જ ફ્રેમ થતા આરોપી સામેનો કેસ ચાલવા પર આવતા ફરીયાદપક્ષે સાહેદોમાં ભોગ બનનાર તેમના માતા-પિતા, મેડીકલ ઓફીસર તથા પોલીસ અમલદારને સરકાર પક્ષે કોર્ટમાં તપાસવામાં આવેલ સાહેદાની આરોપી તરફે વીનુભાઇ વાઢેર દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ અને પુરાવો પુરો થયા બાદ ફરીયાદી તથા આરોપી તરફે દલીલો થયેલ આરોપી તરફે દલીલને માન્ય રાખી કોર્ટે આરોપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

કામમાં આરોપી તરફે વીનુભાઇ એમ.વાઢેર, શૈલેષભાઇ પંડીત, શૈલેષભાઇ મોરી, વીજયભાઇ ભલસોડ, રીતીનભાઇ મેંદપરા, જસ્મીન ઠાકર, વકીલ તરીકે રોકાયેલ હતા. વીનુભાઇ મો.૯૮૨૫૪ ૯૯૫૮૯.

(3:59 pm IST)