Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સદરના મુસ્‍લિમ સમાજ દ્વારા ફુલછાબ ચોક ખાતે ધ્‍વજવંદનઃ મર્હુમ ગનીબાપુએ શાંતિ અને એખલાસનો ચીલો પાડેલો તે તેમના પુત્રોએ જાળવી રાખ્‍યો

રાજકોટઃ ૨૬મી જાન્‍યુઆરીએ રાજકોટમાં રાષ્‍ટ્રીય ગૌરવ યાત્રા ૨૦૦ ફુટના રાષ્‍ટ્રીય ધ્‍વજ સાથે ફુલછાબચોક પહોંચતા અમન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ દ્વારા શહેરના મુસ્‍લિમ સમાજે યાત્રાને આવકારેલ હતી.

શહેરના મુસ્‍લીમ સમાજે રાષ્‍ટ્રના ખુશી તહેવાર ફુલછાબચોકમાં ગણતંત્ર દિનની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. મુસ્‍લિમ અગ્રણી કોમી એકતાના પ્રતિક પુર્વ કોર્પોરેટર મર્હુમ ગનીબાપુ કટારીયાએ બીડુ ઝડપ્‍યુ હતું. એ પરંપરાને તેમના પુત્ર દ્વારા ચાલુ રાખતા ગણતંત્ર દિનની ઉજવણી પટેલ સમાજના અગ્રણી નાગજીભાઇ પટેલના વરદહસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવેલ હતું. શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી મુસ્‍લિમ બિરાદરો માટે સંખ્‍યામાં હાજરી આપીને રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં ખાસ કમાન્‍ડો ફૌજી વી.કે.ત્રિવેદીએ હાજરી અ ાપેલ હતી.

આ કાર્યક્રમમાં હબીબભાઇ ગનીબાપુ કટારીયા(મો.૯૮૨૪૪ ૧૬૦૬૯), નાગજીભાઇ પટેલ, લાખાભાઇ ઉઘાડ, સૈયદ ગફારબાપુ કાદરી, હાજી ફારૂકભાઇ બાવણી, યુસુફભાઇ જોહરકાર્ડવાળા, સલીમભાઇ કારીયાણી, વિજયસિંહ ચૌહાણ, જયદિપભાઇ સોલંકી, સાહીદભાઇ કટારીયા, જેકીભાઇ ચૌહાણ, સોયબભાઇ સોદાગર, આસીફભાઇ ખખ્‍ખર, રવિભાઇ સોઢા, યુસુફભાઇ મકરાણી, શરદભાઇ વસા, સલીમભાઇ મકરાણી, નરેશભાઇ મકવાણા, બહેનોમાં દિપ્તીબેન સોલંકી, હલિમાબેન સુમરા, નજમાબેન સુમરા, ગાન્‍જા વહીદાબેન, હોત ફરીદાબેન, કુરેશી રૂકસાનાબેન, જુબેદાબેન અજમેરી, અકસાનાબાનુ સુમરા તથા ગનીબાપુના પરિવારમાંથી ગફારભાઇ કટારીયા, યુસુફભાઇ કટારીયા, હનીફભાઇ કટારીયા, સલીમભાઇ કટારીયા, રફીકભાઇ કટારીયા ઉપસ્‍થિત રહયા હતા.

(4:00 pm IST)