Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સરકારી જમીન ઉપર રોડ બનાવી વેચી નાખવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૭: સરકારી ખરાબાની જમીન ઉપર રોડ બનાવી વેચાણ કરવાના ગુન્હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. રર-૧૦-રર ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી શૈલેષભાઇ અનિલભાઇ પઢીયાર રહે. ભકિત ભૂમિ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૬૦૩, મવડી વાળાએ ફરીયાદ નોંધાવેલછ કે આરોપી સલિમભાઇ મહમદભાઇ મલેક રહે. રસુલપરા કાંગશીયાળીમાં પાટીયા પાસે વાવડી વાળાએ અન્ય આરોપી સાથે મળી વાવડી ગામ ઇન્ડસ્ટ્રીઝઅએરીયા સર્વે નં. ૧૪, ૧પ, ૧૬ના પ્લોટમાં વાવડી ગામમાં આવેલ શેડ તેઓની માલિકીનાં હોવા છતાં ખોટા દસ્તાવેજો બનાવી દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવવા ફરીયાદી પાસેથી રૃપિયા ચાલીસ લાખ જેટલી રકમ લઇ રોડનું લખાણ કરી આપેલ પરંતુ ખરેખર શેડ સરકારી જમીન ઉપર બનાવામાં આવેલ હતા. તે અંગેની ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ.

પોલીસે આરોપી સલીમ મહમદ મલેકની ધરપકડ કરી જેલ હવાલે કમરેલ ગુન્હામાં આરોપી સલિમ મલેકએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતાં મૂળ ફરીયાદીએ આરોપી સાથે સમાધાન કરી લીધા અને આરોપીને છોડવામાં આવે તો વાંધો હોવાનું સોગંદનામું કરેલ પરંતુ સરકાર તરફે સરકારી વકીલએ જામીન અરજી સામે તથા સમાધાન સામે વાંધો લીધેલ અને રજુઆત કરેલ કે આરોપી સામે સરકારી જમીન ખરાબા ઉપર બાંધકામ કરી શેડ બનાવી વેચાણ કરવાનો ગુન્હો નોંધાયેલ છે. આવા ગુન્હામાં ફરીયાદીએ સમાધાન કરી લીધેલ હોય તો પણ આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજૂઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી જે. ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે. કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાએ દલીલ કરેલ હતી.

(4:01 pm IST)