Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ભકિતનગરના એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને બેન્ડ પાર્ટીના શેરમહમદ પઠાણનું સન્માન

૨૬મી જાન્યુઆરીએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ બંનેની પીઠ થપથપાવી : ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત

રાજકોટઃ શહેર પોલીસ વિભાગમાં ગત વર્ષમાં સરાહનિય અને અતિ ઉત્તમ યોગદાન બદલ ૭૪મા પ્રજાસત્તાક દિવસના રોજ અધિકારીઓ, કર્મચારીઓને પોલીસ કમિશનરશ્રી તરફથી ખાસ સન્માનિત કરવામાં આવે છે. તે અંતર્ગત વખતે માત્ર બે કર્મચારીની પસંદગી થઇ હતી. જેમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ રાઇટર એએસઆઇ નિલેષભાઇ મુળુભાઇ મકવાણાને સન્માન પત્ર એનાયત કરી તેમને ભવિષ્યમાં પણ વધુ સારી ફરજ બજાવવા પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ શુભેચ્છા પાઠવી હતી. રીતે પોલીસ બેન્ડ પાર્ટીના સિનીયર કર્મચારી હેડકોન્સ. શેરમહમદભાઇ ગુલામહૈદરખાન પઠાણને પણ તેમની બેન્ડ સેવાની ઉત્કૃટ કામગીરી બદલ સન્માનીત કરવામાં આવ્યા હતાં. નિલેષભાઇ મકવાણાએ ૨૦૨૨માં હત્યાના ત્રણ કેસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે રહી ઇન્વેસ્ટીગેશનમાં મહત્વની ફરજ અદા કરી હતી. જેમાં બે કેસમાં આરોપીઓને આજીવન કેદ અને એક એક લાખનો દંડ તથા ત્રીજા કેસમાં સાત વર્ષની સખત કેદ અને પચ્ચીસ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. કામગીરીની નોંધ લઇ તેમનું સન્માન કરાયું હતું. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. વી. જાદવ, પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને સાથી કર્મચારીઓએ પણ નિલેષભાઇને અભિનંદન પાઠવ્યા હતાં.

જ્યારે શેરમહમદખાન પઠાણ હાલ બેન્ડના ઇન્ચાર્જ પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. તેઓ ૧૫/૧૦/૮૬ના રોજ વડોદરા રેલ્વે બેન્ડમાં ભરતી થયા બાદ ૨૦૦૩થી રાજકોટ પોલીસ બેન્ડમાં ફરજ બજાવે છે. સુરક્ષા સેતુ અંતર્ગત સ્કૂલોમાં પણ બેન્ડ શીખવવા માટે સારી કામગીરી કરી છે. મહાકુંભ ખેલ રમતોત્સવમાં બાળકોની બેન્ડ કોમ્પીટીશનમાં જજ તરીકે ફરજ બજાવી હતી. બેન્ડમાં તેઓ ઇફલેટ આલ્ટો સેકસોફોન ખુબ સારી રીતે વગાડે છે. તેમજ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પણ નોટેશન સાથે શીખવી કે છે. પોલીસના દરેક કાર્યક્રમમાં તેઓ બેન્ડપાર્ટી સાથે નોંધપાત્ર પ્રદર્શન કરે છે. સંગીતની તાલિમ તેમણે પિતા પાસેથી લીધી હતી. પિતા પણ બેન્ડ પીએસઆઇ હતાં. ઇન્સેટ તસ્વીર શેરમહમદખાનની છે.

(4:05 pm IST)