Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અડધા દી'માં ૪૪ લાખની વસુલાત : ૮૬ને ટાંચ જપ્‍તી

મનપાની મિલ્‍કત બાકીદારો સામે કડક ઝુંબેશ : ૯ મિલ્‍કતોને તાળા

રાજકોટ,તા.૨૭ : શહેરમાં મનપાની વેરા વસુલાત શાખા દ્વારા મિલ્‍કત બાકીદારો પાસેથી કડક રિકવરી કરી રહી છે. જેના ભાગરૂપે આજે અડધા દિવસમાં જ ૪૪ લાખની વસુલાત કરાયેલ. ઝુંબેશ અંતગર્ત ૯ મિલ્‍કતોને સીલ કરાયેલ તથા ૮૬ મિલ્‍કતોને ટાંચ જપ્‍તીની નોટીસ ફટકારવામાં આવી હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત

 વોર્ડ નં- ૪ માં કુવાડવા ચોક પાસે આવેલ ૩-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ., વોર્ડ નં-૫ આર.ટી.ઓ. પાસે આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.

 વોર્ડ નં-૭ લીમડા ચોક પાસે આવેલ ‘‘આલાપ-બી'' માં ૧-યુનિટને સીલ મારેલ તથા ૫-યુનિટને નોટીસ આપેલ. લીમડા ચોક પાસે આવેલ ‘‘સુદર્શન કોમ્‍પ્‍લેક્ષ'' ૫-યુનિટને નોટીસ આપેલ. પંચનાથ પ્‍લોટ માં આવેલ ‘‘વરૂણ કોમર્શીયલ કોમ્‍પ્‍લ'' માં ૫-યુનિટને નોટીસ આપેલ. ગોંડલ રોડ પર ‘‘આકાંક્ષા કોમ્‍પ્‍લેક્ષ'' માં ૩-યુનિટને સીલ મારેલ તથા ૪-યુનિટને નોટીસ આપેલ.

  જ્‍યારે વોર્ડ નં- ૧૪માં ગુંદાવાડી વિસ્‍તારમાં આવેલ ૬-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. વોર્ડ નં- ૧૬ કોઠારીયા મેઇન રોડ પર આવેલ ‘‘શિયાણી ચેમ્‍બર'' માં ૨-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ

 આજ રોજ સે.ઝોન દ્વારા કુલ -૫ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૩૬-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૯.૪૮ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ- ૨ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૨૭ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૨૨.૩૪ લાખ તથા  ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ - ૨ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૨૩ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૧૨.૧૭ લાખ  કરવામાં આવેલ.

  આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૯- મિલ્‍કતોને સીલ કરેલ તથા ૮૬-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.૪૩.૯૯ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા આસી.કમિશનર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:07 pm IST)