Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કાયદો વ્યવસ્થા સુલેહશાંતિ જળવાઇ રહે તે માટે હથીયારબંધી ફરમાવતાં પોલીસ કમિશનર

તા. ૧-૩ થી ૩૦-૪ સુધી સભા-સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ યથાવત : કોઇને ત્રાસ થાય એ રીતે બૂમો પાડવા, ગીતો-વાદ્યો પણ વગાડવા પર પણ પ્રતિબંધ

રાજકોટ તા. ૨૭:  શહેરમાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ  ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે એક હુકમ પ્રસિધ્ધ કરી તા.૦૧/૦૩/૨૦૨૧ થી તા. ૩૦-૦૪-૨૦૨૧ સુધી હથીયારબંધી ફરમાવી છે.

તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શ સ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરીટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર  અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બૂમો પાડવા ગીતો ગાવા કે વાદ્યો વગાડવા પર પર પ્રતિબંધ મૂકયો છે. પોલીસ કમિશ્નર રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.

  • સભા સરઘસબંધી

આ ઉપરાંત પોલીસ કમિશનશ્રીએ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે તા.૦૧/૦૩ થી ૩૦/૪ સુધી સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

  • સૈન્ય તથા સશસ્ત્ર દળોના ગણવેશ વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

ભુતકાળમાં સૈન્યના ગણવેશમાં આતંકવાદી હુમલો થયેલ હોવાથી તથા રાજયના વિવિધ શહેર જિલ્લાએામાં સૈન્ય તથા સશસ્ત્ર દળોને સામ્યતા ધરવતા ગણવેશનું વેંચાણ થતું હોવાનું તથા તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી /ગેરકાયદેસર પ્રવૃતિમાં થતો હોવાનું જણાતા પોલીસ કમિશ્નરશ્રી અગ્રવાલે  સૈન્ય તથા સશસ્ત્ર દળોને સામ્યતા ધરાવતા ગણવેશનું વેચાણ તથા ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે.

(11:29 am IST)