Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રાજકોટ આરટીઓમાં મોટર કાર અને થ્રી વ્હીલર વાહનો માટે સિલ્વર-ગોલ્ડન નંબરની સિરીઝ ખુલી

જી.જે.૦૩-બી.ડબલ્યુ તથા જી.જે.૦૩-બી.એકસના ૧ થી ૯૯૯૯ સુધીના તેમજ બાકી રહેલા ગોલ્ડન તેમજ સિલ્વર નંબરોના ઈ-ઓકશન શરૂ કરવામાં આવશે

રાજકોટ તા. ૨૭: આરટીઓ કચેરી રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે  જીજે૦૩બીડબલ્યુ (GJ-03-BW) સીરીઝના ૧ થી ૯૯૯૯ સુધીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરની સીરીઝ તથા થ્રી વ્હિલર  જીજે૦૩બીએકસ (GJ-03-BX) સીરીઝના અને અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના માટે ઈ- ઓકશન શરૂ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.૨૫,૦૦૦, સિલ્વર નંબર માટે રૂ. ૧૦,૦૦૦ તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૫,૦૦૦ રાખવામાં આવેલ છે. 

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૨૮/૦૨/૨૦૨૧ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૦૧/૦૩/૨૦૨૧ના રોજ સવારે ૧૧: ૦૦ થી સાંજના ૪: ૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ એ દિવસે જ નોટિસબોર્ડ પર સાંજે ૪:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ઈ ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ-૫માં એ-પેમેન્ટથી ભરી દેવી તેમજ હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોકત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા આરટીઓ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(12:46 pm IST)