Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે જનતાનું શોષણ જ કરેલું

કોંગ્રેસના સુપડા સાફ કરી વિકાસની વણથંભી યાત્રાને આગળને આગળ વધારજોઃ ચેતન રામાણી

રાજકોટ,તા.૨૭: ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સ્થાનીક સ્વરાજય સંસ્થા ચુંટણીઓના જીલ્લા ઈન્ચાર્જ ચેતનભાઈ રામાણીએ અખબારી યાદીમાાં પ્રજાજનોને અપીલ કરતા કહ્યું હતુ કે કોર્પોરેશનની ચુંટણીઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ તાલુકા- જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચુંટણી આવતીકાલે છે. ભાજપ સૌથી વધારે સભ્ય ધરાવતો રાજકીય પક્ષ છે.

ભાજપે હરહંમેશ સકારત્મક વિકાસ રાજનીતિ અપનાવી છે પરંતુ કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ લોકો માટે કાંઈક કરવાને બદલે માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ ખાતર લોકોનું નિરંતર પણે શોસણ કરી રહી હતી. તેની બદલે મોદી- પટેલ- રૂપાણી કોઈપણ સરકાર હોય અહીં સામાન્ય માણસના સપના સાકાર કરવા માટે હંમેશા પ્રયાસો થાય છે જેમ કે પ્રાથમિક સુવિધાઓથી લઈને આરોગ્ય અને પરિવહનની રાષ્ટ્રીય કક્ષાઓની અવિરત પણે સેવાઓ ભાજપની અગ્રતા રહી છે.

શ્રી રામાણીએ વધુમાં કહ્યું હતું કેમ ગુજરાતમાં વિકાસની જે પરંપરા છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શરૂ કરીને ગયા હતા. તે સંવેદનશિલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂરી નિષ્ઠા અને ખંતથી આગળ વધારી છે. એનો જીવંત અને તાજેતરનો પૂરાવો તો ભાજપ તરફી જંગી મતદાન કરી કમળનું બટન દબાવી બહુમતીથી પ્રચંડ વિજય અપાવીને કોંગ્રેસીઓને વાયદાઓને લપડાક મારી ડિપોઝીટ સીઝ કરાવી સાફ કરી ભાજપની વિકાસયાત્રા જારી રાખવા યાદીના અંતમાં જણાવાયું છે.

(12:47 pm IST)