Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કાલાવડ રોડ એક હોટલ અને ત્રણ દુકાનોના તાળા તુટયા

તસ્કરો હોટલ, પાનની, સ્ટેશનરી અને જમીન મકાનની ઓફીસના તાળા તોડી પરચુરણ ઉઠાવી ગયા : પોલીસને જાણ કરાઇ

રાજકોટ, તા. ર૭ :  શહેરના કાલાવડ રોડ પર મોટા મવા સ્મશાન નજીક કોમ્પ્લેક્ષમાં આવેલી ચાર દુકાનોને નિશાન બનાવી તસ્કરો પરચુરણ ચોરી જતા પોલીસને જાણ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર મોટા મવા સ્મશાન પાસે મટુકી રેસ્ટોરન્ટની સામે આવેલા કોમ્પ્લેક્ષમાં પરમદિવસે મોડી રાત્રે તસ્કરોએ મુળજીભાઇ શકની ચાની હોટલ અને શીવગંગા પાન નામની દુકાનના શટરના તાળા તોડી તેમાંથી અંદાજે ૧૦૦ થી ર૦૦નું પરચુરણ તથા  રમેશભાઇ કોરાટની ઇશ્વર સ્ટેશનરી દુકાનના તાળા તોડી અંદાજે ર૦૦નું પરચુરણ અને ઉપરના માળે વિપુલભાઇ દેસાઇની વી.એમ. પ્રોપર્ટી નામની ઓફીસના તાળા તોડી તેમાં સામાન વેર વિખેર કરી પરચુરણ ઉઠાવી ગયા હતા બાદ ગઇકાલે દુકાન માલીકો રાબેતા મુજબ દુકાને આવ્યા ત્યારે શટરના તાળા તૂટેલા જોતા દુકાનની અંદર સામાન પણ વેરવિખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બાદ વેપારીઓએ જાણ કરતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી સ્થળ પર પહોંચી સીસી ટીવી ફૂટેજની ચેક કરતા તેમાં બે શખસો દેખાયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ આદરી છે.  આજ કોમ્પ્લેક્ષમાં અગાઉ પણ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

(2:41 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે લડનારા સેનાના અધિકારીઓ અને જવાનોને સન્માન : એનાયત કરાયા: વીરતા પદક એનાયત કરીને તેના કાર્યને બિરદાવ્યું access_time 12:48 am IST

  • અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો નિર્ણય યોગ્ય : બાબા રામદેવે પીએમ મોદીને યુગ પુરુષ ગણાવતા કહ્યું કે મહાન વ્યક્તિઓના નામ પર ભાવનો અને સ્મારકોણ નામ રાખ્યા છે : ત્યારે હાલના મહાન વ્યક્તિત્વ મોદી અને તેમના નામ પરથી સ્ટેડિયમનું બામ રાખવું એમાં કઈ ખોટું નથી access_time 12:58 am IST

  • કોરોનાનો કહેર વધતા આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર 31મી માર્ચ સુધી પ્રતિબંધ લંબાવાયો : DGCAએ ભારત આવનારી અને અહીંથી જનાર વાણિજ્યીક આંતરરાષ્ટ્રીય ઉદયન પર પ્રતિબંધ 31 માર્ચ સુધી વધારી દીધો access_time 12:48 am IST