Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સોરઠીયા વાડીમાંથી રાકેશ વઘેરા ચોરાઉ એકટીવા સાથે ઝડપાયો

અમદાવાદથી એકટીવા ચોરી કરી ૬ વર્ષથી રાજકોટમાં ફેરવતો'તો

રાજકોટ,તા. ૨૭: સોરઠીયા વાડીમાંથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે નવા થોરાળાના શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સોરઠીયા વાડી શેરી નં. ૨માં પ્રકાશ ડેકોરેશનના ગોડાઉન પાસે એક શખ્સ નંબર વગરનું ચોરાઉ એકટીવા લઇને ઉભો હોવાની ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ આર.જે. કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે. કામળીયા, એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, સલીમભાઇ, મનરૂપગીરી, ભાવેશભાઇ, વાલજીભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ, હિતેન્દ્રભાઇ તથા રાજેશભાઇ સહિતે રાકેશ ગોવિંદભાઇ વઘેરા (ઉવ.૩૪) (રહે નવા થોરાળા અવધ પાર્ક -૪)ને  પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:42 pm IST)