Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

લતીપર નજીક 'હિટ એન્ડ રન'ની ઘટનામાં અજાણ્યા વાહને બાઇકને ઉલાળતા જીતેશભાઇનું મોત

યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ, તા.૨૭: જામનગરના લતીપર નજીક 'હિટ એન્ડ રન'ની ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકર મારતા લતીપર ગામના યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ લતીપર ગામમાં રહેતા જીતેશભાઇ મંગાભાઇ રામાણી (ઉ.વ.૩૫) ગઇકાલે પોતાનું બાઇક લઇને ગોકુલપરા પાસે પોતાની વાડીએથી લતીપર જવા માટે નિકળ્યા હતા ત્યારે લતીપર નજીક કોઇ અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઉલાળતા જીતેશભાઇ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં પોતાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વિક્રમસિંહ તથા કિશનભાઇએ પ્રાથમિક કાગળો કરી ધ્રોલ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(2:44 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • બે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST

  • નકલી ડીગ્રીવાળા 2823 અધ્યાપકોને મોટો ઝટકો : અલ્હાબાદ હાઇકોર્ટે હકાલપટ્ટીની યોગ્ય ઠેરવી :અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે એકલ પીઠના આદેશને યોગ્ય માન્યો અને હસ્તક્ષેપ કરવા ઇન્કાર કર્યો access_time 12:41 am IST