Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

નરેન્‍દ્રભાઇ ૩૦મીએ રાજકોટના ૪ બાળકો સાથે સીધો સંવાદ કરશે

સહાયમાં રાજકોટ ટોપ ઉપર : આ ઉપરાંત સુરત - વડોદરાના ૬ બાળકો : દેશભરમાં કાર્યક્રમ : રાજકોટ કલેકટર કચેરીએ સવારે ૧૦ વાગ્‍યે લાઇવ : કોરોનામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર ૧૦ થી ૧૪ વર્ષના ૪ બાળકોને PM કેર્સ ફંડમાંથી ૧૦-૧૦ લાખની સહાય ચૂકવાઇ ગઇ

રાજકોટ તા. ૨૬ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, આગામી ૩૦મીએ સવારે ૧૦ વાગ્‍યે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પીએમ કેર્સ ફંડ સંદર્ભે રાજકોટના ૪ બાળકો સહિત દેશભરના બાળકો સાથે સીધો લાઇવ સંવાદ કરશે, કલેકટરે જણાવેલ કે, રાજકોટ કલેકટર કચેરી ખાતે આ કાર્યક્રમ થશે, તમામ ૪ બાળકોના ગાર્ડીયન - બાળકોને ભાવભેર આમંત્રણ અપાયું છે. ૧૦ થી ૧૪ વર્ષના બાળકો છે, તમામને પીએમ કેર્સ ફંડમાંથી ૧૦-૧૦ લાખની સહાય ચૂકવાઇ ગઇ છે, સહાય ચૂકવવામાં રાજકોટ રાજ્‍ય - દેશ લેવલે ટોપ ઉપર છે.
કલેકટરે ઉમેર્યુ હતું કે, કોરોનાકાળમાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર બાળકોને પીએમ કેર્સ ફંડમાંથી ૧૦ લાખની સહાયની અત્‍યંત મહત્‍વની યોજના આવી હતી, રાજકોટના ૪ બાળકોના પોસ્‍ટ ઓફિસમાં ખાતા ખોલી ૧૦-૧૦ લાખ ફિકસ ડિપોઝીટ સ્‍વરૂપે મૂકી દેવાયા છે.
કલેકટરે જણાવેલ કે, રાજકોટના ૪ ઉપરાંત સુરતના ૩, વડોદરાના-૩ અને અન્‍ય રાજ્‍યોના બાળકો સાથે વડાપ્રધાન ૩૦મીએ સીધો સંવાદ કરશે. રાજકોટ કલેકટર કચેરી ખાતે સવારે ૧૦ વાગ્‍યે પીએમ સાથે બાળકો સવારે ૧૦ વાગ્‍યે સીધો સંવાદ કરશે.

 

(2:53 pm IST)