Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કલેકટર દ્વારા આટકોટ કાર્યક્રમ સંદર્ભે ટ્રાફીક ડાઇવર્ટ કરવા ખાસ જાહેરનામુ

ગોંડલથી ભાવનગર જતા તમામ વાહનો ગોંડલથી જ ડાયવર્ટ કરી દેવાશે : રાજકોટથી ભાવનગર જતા તમામ વાહનો સરધારથી ડાયવર્ટ કરવા આદેશો

રાજકોટ તા. ર૭ : પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍ય, તરફથી જણાવવામાં આવેલ વિગતો ધ્‍યાને લઇ જીલ્લા કલેકટરે અધિનિયમ ૧૯પ૧ ની કલમ -૩૩ (૧) (બી) અન્‍વયે મળેલ સત્તાની રૂએ તા. ર૮-પ-ર૦રર ના સવારે કલાક ૬ થી કલાક ૩ સુધી નીચે દશાવેલ વિગતે વાહનો, ટ્રાફીક નિયમન અર્થે ડાયવર્ટ કરવા સંદર્ભે જાહેરનામું બહાર પાડયું છે.
ટ્રાફિક ડાઇવર્ટ રૂટ ગોંડલથી ભાવનગર તરફ જતા માલવાહક વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્‍સ બસો, (એસ. ટી. બસ સિવાય) ગોંડલથી ડાયવર્ટ કરી મોટાદડવા-કાનપર-સાણથલી-વાસાવડ-બાબરા થઇ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.
રાજકોટ થી ભાવનગર તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્‍સ બસો, (એસ. ટી. બસ સિવાય) સરધારથી ડાયવર્ટ કરી ભાડલા-કમળાપુર-જસદણ, ખાનપર-બાબરા થઇ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.
વિંછીયાથી ગોંડલ તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્‍સ બસો, (એસ. ટી. બસ સિવાય) લાલાવદરથી ડાયવર્ટ કરી કડુકા-કમળાપુર-ભાડલા-સરધાર - કોટડાસાંગાણી, થઇ ગોંડલ તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.

 

(10:50 am IST)