Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

યુનોના ૧૭ સાતત્‍યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોની પૂર્તિ માટે ગૌસંસ્‍કૃતિને આત્‍મસાત કરવી પડેઃ તો આદર્શ સમાજ નિર્માણ પામે

રાજકોટઃ આપણે સૌ વાત વાતમાં આદર્શ સમાજ વ્‍યવસ્‍થાને રામ રાજય' તરીકે વણેવીએ છીએ. બધું જ સારૂ હોય એટલે સહેજે આપણાથી બોલાઇ જાય ‘ભાઇ, રામ રાજય છે !' આ રામ રાજય એટલે શું ?
સામાન્‍ય પરિભાષામાં રામ રાજય એટલે કલ્‍યાણ રાજય યાને કે સુરાજય. સાચુ સ્‍વરાજ ! જયાં રાજા -પ્રજા સહિત સમગ્ર જીવ સૃષ્ટિ સુખી હોય, જયાં જળ, જમીન, જંગલ, જાનવર અને જન સમુદાય સહિત બધાની સરખી હિફાજત થતી હોય, જયાં માનવીય સુખાકારી હોય. જયાં જન - જન વચ્‍ચે સારુ સાંમજસ્‍ય હોય, વગેરે વગેરે .... આ પ્રકારની શ્રેષ્ઠ સમાજ વ્‍યવસ્‍થાને જો એક વાક્‍યના પ્રાસમાં કહેવી હોય તો ‘સુખી, સંપન્ન, સમૃધ્‍ધ, શિક્ષિત, સુરક્ષિત, સ્‍વસ્‍થ, સ્‍વાવલંબી, સ્‍વાભિમાની, સ્‍વદેશી, સમરસ, સંસ્‍કારી સમાજ'. આ સંદર્ભમાં ગૌમાતાને જયારે ‘માતરઃ સર્વ ભૂતાનામ્‌ ગાવઃ સર્વ સુખપ્રદા' કહી છે, ત્‍યારે ‘રામ રાજય'ની ઉપરોકત કલ્‍પનાને સાકાર કરવામાં ગૌમાતા વિશેષ મહત્‍વ ધરાવે છે.
વતેમાન સમયમાં યુનાઇટેડ નેશન દ્વારા ૧૭ સાતત્‍યપૂણે વિકાસ લક્ષ્યાંકોના માધ્‍યમથી સંપૂણ વિશ્વને ધ્‍યાનમાં રાખી ઇ.સ. ૨૦૩૦ સુધીમાં કલ્‍યાણકારી વિશ્વની કલ્‍પનાને સાકાર કરવાનું લક્ષ્ય આપેલ છે. ભારતીય સમાજ વ્‍યવસ્‍થા કે જે વસુધૈવ કુટુંમ્‍બકમૂ, ભવતું સર્વ મંગલમ્‌ અને સર્વ જીવ હિતાવહની વિભાવનાને પોષક છે, તેમાં બધા જ ઉપરોક્‍ત લક્ષ્યો સમાવિષ્ટ છે. ભારત વષે ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્‍કૃતિની ભૂમિ છે. ઉપરોક્‍ત લક્ષ્યોની પૂર્તિ માટે ગૌ સંસ્‍કૃતિની વિશેષ ભૂમિકાને સમજવાનો પ્રયાસ કરીશું.
લક્ષ્ય ૧: ગરીબીની સંપૂર્ણ રીતે નાબુદી : ગોપાલન અને ગાયના પંચગવ્‍ય ઉત્‍પાદો દ્વારા આર્થિક ઉપાર્જનથી ગરીબીને નાબૂદ કરી શકાય. અનેક વિધવા બહેનો અને આદિવાસી કુટુંબો ગાયો દ્વારા સમૃદ્ધ બન્‍યાના ઉદાહરણો મોજૂદ છે.
લક્ષ્ય ૨: ભૂખમરાની સમાપ્તિઃ ગાયના દૂધ, દહીં, ઘી શ્રેષ્ઠ આહાર છે. ગૌ આધારિત કૃષિ ઉત્‍પાદનો શ્રેષ્ઠ પોષક તત્‍વો ધરાવે છે. ગૌ કૃષિ સાશ્વત કૃષિ છે. પૂરતું ઉત્‍પાદન ભૂખમરાની સમાપ્તિમાં સહાયરૂપ થશે.
લક્ષ્ય ૩: ઉત્તમ સ્‍વાસ્‍થ્‍યઃ પંચગવ્‍ય ઉત્‍પાદો શ્રેષ્ઠ ઔષધી છે, આરોગ્‍યવર્ધક છે, પોષક છે. સ્‍વાસ્‍થ્‍ય પ્રદ છે.જંતુનાશક દવા રહિત ગૌ કૃષિ દૂવારા જ રોગમુક્‍ત સમાજની રચના શક્‍ય છે.
લક્ષ્ય ૪: ગુણવત્તાયુક્‍ત શિક્ષણઃ પંચગવ્‍ય મેધાવર્ષક , સ્‍વાસ્‍થ્‍યપ્રદ અને શક્‍તિ વધક છે. આથી શ્રેષ્ઠ, બુદ્ધિજીવી,
નિરોગી સંતાનોના નિમોણમાં સહાયક છે. ગોપાલનથી પરિવાર આર્થિક રીતે સક્ષમ અને સ્‍વસ્‍થ રહેવાથી બાળકોને સમાન રીતે ઉત્તમ શિક્ષણ આપી શકશે.
લક્ષ્ય પ : લૈંગિક સમાનતા : ગૌ માતા પ્રત્‍યે પૂજયભાવ અને મહિલાઓ દ્વારા વિશેષ ગોપાલન અને ગૌ ઉદ્યમિતાને કારણે મહિલા સશક્‍તિકરણને વેગ મળશે, જેથી મહિલા પ્રત્‍યે સમાનતાની ભાવનાને વેગ મળશે.
લક્ષ્ય ૬: શુધ્‍ધ પાણી અને સ્‍વચ્‍છતાઃ ગાયનું પંચગવ્‍ય ગુણકારી તેમજ શ્રેષ્ઠ ઔષધી છે. જમીનની ઉર્વરા શક્‍તિ વધારે છે. આથી જળ સંચયને વેગ મળે છે. જળની શુધ્‍ધતા વધે છે. ગાયના પંચગવ્‍ય વાયુ, જળ, જમીન, જંગલ અને જીવસૃષ્ટિ બધાને શુધ્‍ધ અને સ્‍વચ્‍છ રાખે છે.
લક્ષ્ય ૭: સસ્‍તી અને સ્‍વચ્‍છ ઉર્જા : ગાયના ગોબર - ગૌમૂત્ર દ્વારા નિર્મિત બાયોગેસ, સી.એન.જી., ઇલેક્‍ટ્રીસીટી, બાયોફર્ટીલાઇઝર સહીતની ઘરેલુ, સરળ અને પોષણક્ષમ ઉર્જા પયોવરણ પૂરક છે. ધરતીના પેટાળમાં રહેલ પેટ્રોલ - ડીઝલ ખતમ થતાં ઉર્જાનો ઉકેલ ગૌમાતા જ છે.
લક્ષ્ય ૮:  શુભ કાર્યો દ્વારા સર્વ સમાવેશી આર્થિક વિકાસ અને ઉદ્યમિતા : ગૌપાલન પવિત્ર અને પુણ્‍ય કાર્ય છે, તેમજ ઉત્તમ અને શ્રેષ્ઠ વ્‍વવસાય છે, પયોવરણ પૂરક છે. ગૌધન આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. ગૌ આધારિત ઉદ્યમિતા મહિલા અને યુવા રોજગારીના શ્રેષ્ઠ માધ્‍યમ છે. આથિક સંપન્નતાની સીડી છે.
લક્ષ્ય ૯: ટકાઉ ઉદ્યોગો, સ્‍ટાટ અપ અને બુનિયાદી ઢાંચાનો વિકાસઃ ગૌ આધારિત કૃષિ, અન્ન, ફળ, ફૂલ, શાકભાજી ઉત્‍પાદન, દૂધ અને દૂધની બનાવટો, ગૌમુત્ર દ્વારા મેડીસીન અને બાયોપેસ્‍ટીસાઈડઝ, ગોબર દ્વારા બાયોફટીલાઇઝર અને તેને આનુસાંગિક મશીનરી, માર્કટીંગ વગેરે ટકાઉ સર્વસમાવેશી, વિકેન્‍દ્રિત ઉદ્યમિતા દ્વારા સ્‍ટાર્ટઅપ સહીત ઔદ્યોગિક વિકાસ આર્થિક સંપન્ન સમાજ રચનામાં સહાયભૂત બનશે.
લક્ષ્ય ૧૦: વૈશ્વિક અસમાનતા દૂર થશેઃ ‘ગાવો વિશ્વસ્‍ય માતરઃ ગાવઃ સર્વ સુખપ્રદા :ઙ્ઘ, ગૌમાતા ધર્મ, જાતિ,
સંપ્રદાય, રંગ કે ભૌગોલિક ભેદભાવ વગર તેના પંચગવ્‍ય દ્વારા બધાનું સરખુ જ હિત કરે છે, કલ્‍યાણ કરે છે.
આથી માનસિકતા બદલવાનું અને વિવિધ સમાજોને જોડવાનું લ્‍શ્‍ન્‍ કરે છે. ગૌમાતા સાવજનીન, સાવૈદેશિક, સાવભૌમિક અને સાર્વલોકિક છે. સમન્‍વયકારી છે. સર્વ પ્રત્‍યે કરુણા અને સ્‍નેહ વરસાવે છે. ભેદભાવ દૂર કરે છે. માનવમાત્રને સંસ્‍કારી અને સદગુણી બનાવવાની તાકાત ધરાવે છે.
લક્ષ્ય ૧૧: શહેરી અને સામુદાયિક વિકાસઃ ગૌપાલન, ગૌ આધારિત કૃષિ દ્વારા ગ્રામ્‍ય સમૂહનો આર્થિક વિકાસ સંભવ બનશે. અનૂસાંગિક ગૌ આધારિત ઉદ્યોગો, મશીનરી, માર્કટીંગ દ્વારા શહેરોની સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આમ સર્વે સમાવેશી અને ટકાઉ સાવૈત્રિક વિકાસમાં ભાગીદાર બનશે.
લક્ષ્ય ૧૨: જવાબદેહી ઉત્‍પાદન અને ઉપભોગ : ગૌ ઉત્‍પાદનો અને ગૌ આધારિત ઉદ્યોગો પ્રમાણિક, પવિત્ર અને ઉમદા વ્‍યવસાયના પૂરક છે. ગાય આધ્‍યાત્‍મિકતા અને સુચિતાનું પ્રતિક છે. પંચગવ્‍ય સંવેદનશીલ, જવાબદાર અને સમાજસેવી વ્‍યક્‍તિઓના નિમાણમાં સહાયભૂત થાય છે. આથી આવો સમજદાર અને જવાબદાર સમાજ ઉપભોગમાં અને ઉત્‍પાદનોમાં પણ સંયમિત બની સાદુ જીવન ઉચ્‍ચ વિચાર સાથે પવિત્ર જીવન જીવે છે.
લક્ષ્ય ૧૩: જળવાયુ પરિવર્તનની અસરોઃ ગાય અને ગાયના પંચગવ્‍ય શ્રેષ્ઠ પયાવરણ રક્ષક છે. ગાયનું ઘી વાતાવરણ શુદ્ધિકરણ માટે શ્રેષ્ઠ છે. ગૌમુત્ર પણ બેક્‍ટેરિયા અને વાઇરસ મુક્‍ત વાતાવરણના નિર્માણમાં સહાયભૂત થાય છે. ગાયનું ગોબર હવન, યજ્ઞ અને જવિક ખાતરો દ્વારા જળ, જમીન અને વાયુની રક્ષા કરે છે. ગાયનું સાન્નિધ્‍ય દૂષિત તરંગોને નાથવામાં મદદરૂપ થાય છે.
લક્ષ્ય ૧૪: સામૂહીક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગઃ ગૌ સંસ્‍કૃતિ આધારિત સક્ષમ, સમર્થ, વ્‍યક્‍તિ અને સમાજ તેને ઉપલબ્‍ધ સંસાધનો અને ટેકનોલોજીનો વિવેકપૂણ ઉપયોગ કરશે. પયોવરણ રક્ષા કરશે. દરેક જીવ માત્ર પ્રત્‍યે કરુણાભાવ રાખતો થશે. સંવેદનશીલ બનશે. જીવસૃષ્ટિને પૂરક બનશે.
લક્ષ્ય ૧૫: ભૂમિ પરની જીવસૃટ્ટિ : પૃથ્‍વી માનવ પ્રાણી અને વનસ્‍પતિ સૃષ્ટિ થી બનેલી છે, તેની સહજીવીતા અને સાહચયે એકબીજાને પૂરક છે. ગાય શ્રેષ્ઠ જીવાત્‍મા છે. ગૌ આધારિત કૃષિ, ગૌપાલન અને પંચગવ્‍યથી જમીન બંજર થતી અટકશે અને ઉવેરાશક્‍તિ વધશે. જંગલો અને વૃક્ષોની રક્ષા થશે. જેવિક વિવિધતા ટકી રહેશે. પયાવરણ રક્ષા થાય છે. પૃથ્‍વી પરનું જીવન ટકી રહે છે.
લક્ષ્ય ૧૬: શાંતિ અને ન્‍યાયપ્રિય સમાજઃ ગૌમાતા કરુણાની મૂર્તિ છે. દયાવાન છે. કલ્‍યાણકારી છે. શાંતિ પ્રદાયિની છે. ગાયનું સાનિધ્‍ય જીવમાત્રને શાંતી આપે છે. સુખ આપે છે. સ્‍વસ્‍થ રાખે છે. સુરક્ષિત રાખે છે. ઝઘડાથી દૂર રાખે છે. આથી ન્‍યાયપૂણે, શાંતિપ્રિય, સમરસ અને સંસ્‍કારી સમાજના નિમાણમાં સહભાગી બનશે. ગૌમાતાનું જીવન જ પરોપકારી છે.
લક્ષ્ય ૧૭: વૈશ્વિક સામૂહીક ભાગીદારીઃ ગૌમાતા સર્વ હિતકારી છે, સર્વ કલ્‍યાણકારી છે, સર્વસુખપ્રદા છે. તે માનવ જીવનમાં શ્રદ્ધાપૂર્વક કેન્‍દ્રસ્‍થાને રહેશે તો ‘વસુધૈવ કુટુંબકમ્‌'ની વિભાવનાને સાકાર કરવામાં મદદરૂપ થશે.
આમ વૈશ્વિક ભાગીદારી દ્વારા સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ અને સબકા વિકાસ દ્વારા સર્વ સમાવેશક સમરસ - એકાત્‍મભાવ યુક્‍ત વૈશ્વિક કલ્‍યાણનો માર્ગ પ્રશસ્‍ત થશે.
ટુંકમાં આદશ સમાજ વ્‍યવસ્‍થા માટેના બધા જ ‘સ ' નો સમાવેશ થઈ જાય છે એવા સુખ પ્રદાન કરનારી ગાય માતાનું મહાત્‍મ્‍ય અમૂલ્‍ય અને અતુલ્‍ય છે. દરેક ધર્મ અને સંપ્રદાય આ બાબતે એક મત ધરાવે છે, જે ગૌમાતાને વિશ્વ વંદનીય બનાવે છે.
સર્વગુણસંપન્નતા યુક્‍ત ગૌવંશની સુવાસ, દિવ્‍ય વિશ્વના નિર્માણમાં ઉપકારક બનવાની છે. ૨૧મી સદીમાં ગૌસંસ્‍કૃતિ આધારિત સમાજ વ્‍યવસ્‍થા જ વ્‍યકિત, સમષ્ટિ, અને પરમેષ્ટિ સુધીના કલ્‍યાણનો માર્ગ પ્રશસ્‍ત કરનારૂં પરિબળ બની રહેશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા વિકાસના માર્ગને વિનાશકારી ન બનાવતા અને યથાયોગ્‍ય ઉપયોગ દ્વારા ગૌ આધારિત સમાજ વ્‍યવસ્‍થાને સ્‍વીકારી વિશ્વ કલ્‍યાણ સાધી શકાય તેમ છે. ‘રામ રાજય' સ્‍થાપી શકાય તેમ છે. ‘રામ રાજય'ની સ્‍થાપના અને નવી પેઢીના સુંદર વિશ્વ માટે ગૌવિજ્ઞાન જેટલું જલ્‍દીસમજીને સમાજમાં પ્રસ્‍થાપિત કરીએ એ સર્વના હિતમાં છે. માનવીય અને પ્રાકૃતિક આપદાઓ સમગ્ર સૃષ્ટિને સંપૂણ પ્રલય તરફ લઈ જાય એ પહેલા જાગી જઈએ તો સારૂ ! ‘ વંદે ગૌમાતરમ્‌

ડો. વલ્લભભાઈ કથીરિયા
પૂર્વ અધ્‍યક્ષ, રાષ્‍ટ્રીય કામધેનુ આયોગ, પૂર્વ કેન્‍દ્રીયમંત્રી, ભારત સરકાર.
મો. ૯૦૯૯૩ ૭૭૫૭૭

 

(3:15 pm IST)