Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વોર્ડ નં.૯ તથા ૧૦ના અડધા વિસ્‍તારોમાં ચાર કલાક પાણી વિતરણ મોડુ

૧૫૦ ફુટ રીંગ રોડ પરના ટાંકાનો વાલ્‍વ ખરાબ થતા તિરૂપતીનગર-પારસ સોસાયટી- સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર-સોમનાથ સોસાયટીના સહિતના વિસ્‍તારોમાં અસરઃ ગૃહિણીઓમાં દેકારો

રાજકોટ તા. ૨૭ : શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડના બંને બાજુ વોર્ડ નં. ૯ તથા વોર્ડ નં. ૧૦ના અડધા વિસ્‍તારોમાં સવારે ૪ કલાક મોડુ પાણી વિતરણ થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે મનપાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પરના ટાંકાના વાલ્‍વ ખરાબ થઇ જતા આસપાસના વોર્ડ નં. ૯ તથા ૧૦ના વિસ્‍તારોમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થા પર અસર થવા પામી હતી. વાલ્‍વમાં ખામી સર્જાવાની જાણ સંબંધિત વિભાગના અધિકારીઓને થતા યુધ્‍ધના ધોરણે રીપેરીંગ હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. સવારના ૧૧.૩૦ વાગ્‍યા આસપાસ વાલ્‍વની કામગીરી પૂર્ણ થતાં ૧૨ કલાકે આસપાસના તીરૂપતિનગર, સૌરાષ્‍ટ્ર કલાકેન્‍દ્ર, પારસ સોસાયટી તથા સોમનાથ સોસાયટીના વિસ્‍તારોમાં પાણી વિતરણ કરવામાં આવ્‍યું હતું.

(3:42 pm IST)