Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ઘરેલુ હિંસાની અરજી સંદર્ભે પત્‍ની અને સગીર પુત્રને માસીક આઠ હજાર ચુકવવા હુકમ

રાજકોટ, તા., ૨૭: ઘરેલુ હિંસાના કેસની અરજીમાં પતિએ પત્‍ની તથા સગીર પુત્રને માસીક રૂા. ૮૦૦૦ ચુકવવાનો કોર્ટે  હુકમ કર્યો હતો.

અહીના સર્વોદય સોસાયટી નવા થોરાળામાં રહેતી પરીણીતા ભાવનાબેનના લગ્ન ગોકુલણપરા, રાજકોટમાં રહેતા હિરેન કિશોરભાઇ મકવાણા સાથે તા.૬-ર-ર૦૧૮ના રોજ થયેલ હતા અને લગ્ન બાદ પરીણીતા પોતાના સાસરે સંયુકત કુટુંબમાં રહેવા ગયેલ હતી અને ત્‍યાર બાદ પતિ-પત્‍ની વચ્‍ચે અણબનાવ થતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે પોતાના સાસરાના સભ્‍યો (૧) પતિ હીરેન કિશોરભાઇ મકવાણા (ર) સસરા કિશોરભાઇ ચનાભાઇ મકવાણા (૩) સાસુ રમાબેન કિશોરભાઇ મકવાણા સામે રાજકોટની ફોજદારી અદાલતમાં ડોમેસ્‍ટીક વાયલોન્‍સ એકટ હેઠળની ફરીયાદ દાખલ કરલ હતી અને કેસ ચાલે ત્‍યાં સુધીમાં વચગાળામાં પણ ભરણપોષણની માંગ કરતી અરજી દાખલ કરેલ હતી.

આ વચગાળાની રાહતોની માંગ કરતી અરજી દલીલ  પર આવતા પરીણીતાના વકીલે દલીલો રજુ કરેલ અને આ તમામ દલીલોને સહમત થઇ અદાલતનો કેસ ચાલે તે દરમ્‍યાન પરીણીતા તથા તેના સગીર પુત્રને માસીક રૂા. ૮૦૦૦ વચગાળાના અરજીની દાખલ તારીખથી એટલે કે તા.૩૦-૪-ર૦ર૧થી પતિએ ચડયે ચડયા ચુકવવા તેવો પતિને હુકમ ફરમાવેલ હતો. જે હુકમ મુજબ પરીણીતા કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી રૂા. ૯૬,૦૦૦ વસુલવા હક્કદાર બનેલ છે.

આ કેસમાં પરીણીતા ભાવનાબેન હિરેનભાઇ મકવાણા વતી  રાજકોટના એડવોકેટશ્રી જગદીશ બી.નારીગરા તથા ચંદ્રસિંહ જી.પરમાર (સી.પી.) અર્જુનસિંહ ભટ્ટી તથા ચંદ્રસિંહ તલાટીયા વકીલ તરીકે રોકાયેલ છે.

(4:30 pm IST)