Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

આદિત્‍ય બિરલા સન લાઇફ મ્‍યુચ્‍યુઅલ ફંડદ્વારા રાજકોટમાં ‘‘રીજયોનલ વોયેજ'' સંપન્‍ન

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૭પ૦ થી વધુ ડિસ્‍ટ્રીબ્‍યુટર્સની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ર૭: રાજકોટના આદિત્‍ય બિરલા સન લાઇફ મ્‍યુચ્‍યુઅલ ફંડ દ્વારા ‘‘રીજયોનલ વોયેજ-ર૦રર''નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આદિત્‍ય બિરલા સનલાઇફના એમડી એ. બાલા સુબ્રમણિયનના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ સાથે પરિસંવાદ યોજાયો હતો. જેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૭પ૦થી વધુ ડિસ્‍ટ્રીબ્‍યુટર્સએ જ્ઞાનપ્રદ માહિતી મેળવી હતી.

શહેરની ઇમ્‍પિરિયલ પેલેસ હોટેલ ખાતે માર્કેટ અને મ્‍યુચ્‍યુઅલ ફંડ અંગે માહિતી અને સમજ આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં ઉપસ્‍થિત રહેલા ડિસ્‍ટ્રીબ્‍યુટર્સએ પોતાને થતા પ્રશ્‍નોનું સમાધાન મેળવ્‍યું હતું. સેમિનારમાં મુંબઇથી આવેલા આર્થિક નિષ્‍ણાત અને છેલ્લા ૧પ વર્ષથી મ્‍યુચ્‍યુઅલ ફંડ અંગે બહોળું જ્ઞાન ધરાવતા આદિત્‍ય બિરલા સન લાઇફ મ્‍યુચ્‍યુઅલ ફંડ તેનેજર શ્રી વિનોદભાઇ ભટ્ટ દ્વારા પોતાના વકતવ્‍યમાં જ્ઞાનવર્ધક માહિતી આપવામાં આવી હતી.

તેમણે જણાવ્‍યું હતું કે, અમારૂં એક જ સૂત્ર છે કે ‘‘ગ્રોથ એટ રીઝનેબલ પ્રાઇઝ'' અને આ સૂત્રને ચરિતાર્થ કરવા અમે વ્‍યાજબી ભાવે શેર બજારમાં રોકાણ કરી સારા વળતર મેળવવા કાર્ય કરીએ છીએ. હાલ રશિયા-યૂક્રેન વચ્‍ચે ચાલી રહેલું યુદ્ધ અને ચીનમાં કોરોનાને પગલે લાગેલા લોકડાઉન અને મોંઘવારીની અસર વૈશ્‍વિક માર્કેટ પર થઇ રહી છે. તેમજ સમગ્ર વિશ્‍વની વાત કરીએ તો માર્કેટ ઘણું ડાઉન છે. પ્રવર્તમાન સમયમાં, ભારતની જીડીપી હજુ પણ અર્થવ્‍યવસ્‍થાને ટેક કરતી એકસટ્રા પોલેટેડ ટ્રેન્‍ડલાઇનથી થોડી દૂર છે. છતાં વિકાસના માળખાને સર કરવા માટે પ્રયત્‍નશીલ છે. કોઇપણ અર્થતંત્રના મુખ્‍ય ત્રણ પરિમાણ હોય છે. કનઝપશન, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ અને એકસપોર્ટ.

હાલ કોર્પોરેટના વિસતરણ કરવા માટોે સ્‍થિતિ સારી છે. કારણ કે હવે માંગની સ્‍થિતિમાં સુધારો થાય છે અને ક્ષમતાનો ઉપયોગ વધ્‍યો છે. ખાસ કરીને ટેકસટાઇલ, ેમિકલ્‍સ, મેન્‍યુફેકચરિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં આપણો ભારત દેશ ચીનના +૧ મોડલનો પ્રમુખ લાભાર્થી બની શકે તેવી સંભાવના છે. મધ્‍યમ ગાળાથી લઇને લાંબા ગાળાના પરિમાણોને ધ્‍યાને લઇને અમે ભારતના ઇકિવટી પર સકારાત્‍મક અભિગમ દાખવી રહ્યા છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે બજારો વધુ ઊંચા સ્‍તર પર રહેશે. એકંદરે, અમારૂં માનવું છે કે ભારતીયડ ઇકિવટી બજારો આગામી ૩ થી પ વર્ષમાં સરળ વળતર માટે યોગ્‍ય વિકલ્‍પ પૂરો પાડે છે. એ સાથે સલાહ પૂર્ણ છે. એસઆઇપી ચાલુ રાખવીઅ ને એડિશનલ પરચેઝ કરી વધુ વળતર મેળવવાની શકયતા છે.

આ ઉપરાંત રિટેઇલ સેલ્‍સના હેડ ભવદીપભાઇ ભટ્ટએ ઉદ્યોગના માળખા અંગે વિગતે માહિતી આપી હતી અને એસઆઇપી, એસેટ એલોકેશન, ફિકસ ઇન્‍કમ તથા ઇકવીટી અને પાર્ટનરશીપની માહિતી આપી હતી. જયાં તેમને જણાવ્‍યું હતુ કે, અમારા આંતરિક વિશ્‍લેષણો દર્શાવે છે કે ભારતના રોકાણકારોનો વધુ લગાવ ઇકિવટી મ્‍યુચ્‍યુંઅલ ફંડ પ્રત્‍યે છે. ભારતમાં ઇકોનોમી થાળે પડી રહ્યાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. મોટા ભાગની કંપનીઓ મંદીના મારમાંથી બેઠી થઇ રહી છે. વિવિધ કોર્પોરેટ ગૃહ અને નાની મોટી સંસ્‍થાઓ વિકાની પગદંડી પર ફરીથી પગલાં માંડી રહી છે.

આ સેમિનારની શરૂઆતમાં વેસ્‍ટ ઝોનલ હેડ મિકકીભાઇ દેસાઇએ વકતાઓ તથા ડિસ્‍ટ્રીબ્‍યુટર્સનું સ્‍વાગત કર્યું હતું. જયારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કલસ્‍ટર હેડ આશિષભાઇ પોપટે નિષ્‍ણાત વકતાઓનો સંક્ષિપ્‍તમાં પરિચય કરાવ્‍યો હતો.

ઉલ્લેખનીય છે કે આદિત્‍ય બિરલા સન લાઇફ મ્‍યુચ્‍યુઅલ ફંડએ સૌરાષ્‍ટ્રના બજારમાં ટોચના ત્રણ મ્‍યુચ્‍યુઅલ ફંડમાં સ્‍થાન હાંસલ કર્યું છે. તમામ શહેરોમાં હારજી સુનિヘતિ બનાવતા ફંડ હાઉસે સૌરાષ્‍ટ્રમાં ૯ સ્‍થળોએ વિસ્‍તરણ કર્યું છે. જેમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ભુજ તથા ગાંધીધામમાં સંપુર્ણ સેવા ઉપલબ્‍ધ બનાવતી શાખાઓનો સમાવેશ થાય છે. આદિત્‍ય બિરલા સન લાઇફ મ્‍યુચ્‍યુઅલ ફંડે ગયા વર્ષે સૌરાષ્‍ટ્ર પ્રદેશમાં રોકાણકારોના માર્ગદર્શન માટે તથા ડીસ્‍ટ્રીબ્‍યુટરોના વિકાસ માટે સૌથી વધુ કાર્યક્રમો યોજયાં હતાં.

(4:07 pm IST)