Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ગુજરાત મહિલા વિંગના સેક્રેટરી પદે રાગીણીબેન રાવલની નિમણૂંક

ઓલ ઈન્‍ડિયા બ્રાહ્મણ ફેડરેશનના

રાજકોટઃ રાજકોટ જીએસટી કચેરીના નિવૃત મહિલા અધિકારી રાગીણીબેન રાવલની ઓલ ઇન્‍ડિયા બ્રાહ્મણ ફેડરેશનના ગુજરાત મહિલા વિંગના સેક્રેટરી તરીકે નિમણૂંક

રાજકોટ જીએસટી કચેરીમાં રાજય વેરા વિભાગ અધિકારી તરીકે ફરજ બજાવતા અને તાજેતરમાં જ નિવૃત થયેલા રાગીણીબેન રાવલ બ્રહ્મ સમાજના વિવિધ સેવાકાર્યો સાથે જોડાયેલા છે અગાઉ સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજના મહિલા વિંગના પ્રમુખ તરીકે રહી રાજકોટ કાર્યાલયની જગ્‍યા, પરશુરામ ઉત્‍સવની ઉજવણી, પરિચય પસંદગી મેળા સહિતના સામાજિકના કાર્યોમાઁ સેવા કરી ચૂકયા છે.

વેટ વિભાગમાં મહિલા વિંગમાં જિલ્‍લા પ્રમુખ તરીકેનું સ્‍થાન મેળવનાર રાગીણીબેનને ઓલ ઇન્‍ડિયા બ્રાહ્મણ ફેડરેશન ગુજરાતના મહામૅત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે પુત્રી ડોકટર, પુત્ર એમબીએ માટે ટોપ ૩ યુનિવસિર્ટીમાં પસંદગી પામેલ છે અને સેન્‍ટ્રલ ગવર્મેન્‍ટની નોકરી દરમ્‍યાન પતિએ પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

(4:31 pm IST)