Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પૂ.જ્ઞાનવત્‍સલ સ્‍વામીને ગવર્નરશ્રીના હસ્‍તે ડીલીટની પદવી એનાયત

રાજકોટઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનવર્સિટી દ્વારા પૂજય જ્ઞાનવત્‍સલ સ્‍વામીને ઓનરરી ડી.લીટ પદવી ગુજરાતના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્‍તે એનાયત કરવામાં આવી છે. આ પ્રસંગે રાજયના આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજય મંત્રી શ્રી કીર્તિરાજસિંહ વાઘેલા, પૂર્વ ગૃહમંત્રીશ્રી રજનીભાઈ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ શ્રી જે.જે.વહોરા, કુલ સચિવ શ્રી દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્‍થાના વડીલ સંતો પૂજય  આદર્શ જીવન સ્‍વામી, પૂજય આત્‍મતૃપ્‍ત સ્‍વામી, પૂજય રાજેશ્વર સ્‍વામી, પૂજય અનિર્દેશ સ્‍વામી, પૂજય કરૂણામૂર્તી સ્‍વામી સહિત ૩૧ સંતો હાજર રહ્યા હતા.

(4:06 pm IST)