Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમીન માર્ગ ફૂડ કોર્ટ ફરી ઘોંચમાં : મનપાને શરતો ફેરવવાની ફરજ પડી : મુદત પણ વધારાઇ

મહાનગરપાલીકા દ્વારા અગાઉ બે વાર ટેન્‍ડર બહાર પાડેલ : કોઇ પેઢી રસ ન દાખવતા ફેરફાર કરાયા : ઓનલાઇન ટેન્‍ડર ભરવાની મુદત હવે ૧૩ જુન કરાઇ : ૩૦ લાખના ર૦ લાખની અપસેટ, ૯૧.પ૮ લાખના બદલે પ૦ લાખથી વધુનુ ટર્નઓવર તથા શેડ બનાવવા સહિતની શરતો સુધારાઇ

રાજકોટ,તા.ર૭:  મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હાઈજેનીક અને સારી ક્‍વોલીટીનું ફુડ મળી રહે તે હેતુથી શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ - અમીન માર્ગ કોર્નર પર ફુડ કોર્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. સદરહુ ફુડ કોર્ટની જગ્‍યા લીઝ થી આપવા માટે મહાનગરપાલિકા દ્વારા ઈ-ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ટેન્‍ડરમાં વધુ પાર્ટીઓ ભાગ લઈ શકે અને મ.ન.પા.ને વધુ આવક થાય તે હેતુથી ટેન્‍ડરની શરતોમાં સુધારા કરવામાં આવેલ છે.
જેમા ટર્નઓવર ક્રાઈટેરીયામાં અગાઉ છેલ્લા સાત વર્ષનું રૂ.૯૧.૫૮ લાખ કે તેથી વધુ રકમનું એવરેજ એન્‍યુઅલ ટર્નઓવર જરૂરી હતુ જયારે હવે  છેલ્લા સાત વર્ષનું રૂ.૫૦ લાખ કે તેથી વધુ રકમનું એવરેજ એન્‍યુઅલ ટર્નઓવર આપવાનું રહેશે. સાથે  અનુભવ ક્રાઈટેરીયા માં આઇ છેલ્લા સાત વર્ષમાં રૂ.૭૩.૨૬ લાખનું ફુડ બિઝનેશને લગત એક કામ અથવા છેલ્લા સાત વર્ષમાં રૂ.૫૫.૯૫ લાખના ફુડ બિઝનેશને લગત બે કામ પૂર્ણ કરેલ હોવુ જોઈએ તે જરૂરી હતુ હવે સુધારેલ શરતમાં  ભાવ ભરનાર ફુડ બિઝનેશને લગત ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
ઉપરાંત અપસેટ કિંમતમાં  રૂ.૩૦ લાખ પ્રતિ વર્ષ ૅ જી.એસ.ટી.થી ઘટાડીને  રૂ.૨૦ લાખ પ્રતિ વર્ષ ૅ જી.એસ.ટી. કરવામાં આવી છે.
ભાડામાં પણ પ્રતિ વર્ષ વધારો ભરેલ ભાવો પર બીજા વર્ષથી દર વર્ષે ૧૦ટકાનો ઉત્તરોતર ભાવ વધારો ભાડાની રકમમાં બીજા વર્ષે ૫્રુ અને ત્રીજા વર્ષથી પછીના દરેક વર્ષે ૧૦્રુ ઉત્તરોત્તર વધારો ઈરેક્‍શન પિરીયડ આપવામાં આવેલ ન હતો  ૯૦ દિવસનો આપવામાં આવેલ છે શેડ બનાવવા બાબત જોગવાઈ ન હતી ભાડે રાખનાર સ્‍વ-ખર્ચે બાંધકામ શાખાની મંજુરી મેળવી બનાવી શકશે. આ કામે ઓન-લાઈન ટેન્‍ડર ભરવાની મુદ્દત તા.૩૦/૦૫/૨૦૨૨ની હતી જેમાં વધારો કરી હવે પછી તા.૧૩ મુજબ રાખવામાં આવેલ છે.       

 

(4:09 pm IST)