Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વોર્ડ નં.૧૨ માં ગંદકીના ગંજ : ગોકુલધામમાં ગટર સફાઇ પછી ગંદકીના ઢગલા કોઇ ઉપાડતુ નથી

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૨ માં ગોકુલધામ સોસાયટીમાં ઠેરઠેર ગંદકીના ઢગલાથી ઉકરડા જેવી હાલત બની ગઇ છે. ગટર સફાઇ કર્યા બાદ ગંદકીના ઢગલા પણ એમને એન છોડી દેવાય છે. ગંદકી ભરવા કોઇ વાહન આવતુ નથી. સ્‍થાનિક લોકોએ યાતના વર્ણવતા જણાવ્‍યુ છે કે અમે રજુઆતો કરી કરીને થાકી ગયા છતા પરિસ્‍થિતી એની એજ છે. આ સોસાયટીને સુંદર બનાવવાનું વચન તંત્રવાહકો વિસરી ગયા કે શું? સ્‍થાનિક કોર્પોરેટરોને ફોન કરીએ તો હમણા ગાડી મોકલીએ છીએ એવા જવાબો મળે છે. પણ સમસ્‍યાનો કોઇ ઉકેલ લાવતુ નથી. ગોકુલધામ સોસાયટીમાં ગંદકીના ઉકરડા ઉપાડવા તંત્ર ધ્‍યાન આપશે? તેવા સવાલો સોસાયટીના રહીશોએ ઉઠાવ્‍યા છે. 

(4:14 pm IST)