Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જામગઢમાં રાજકોટના રવિ વાવડીયાએ પિતા અને મોટા ભાઇને ધોકાવાળી કરી

દૂધ સાગર રોડ પર રહેતાં ભગવાનજીભાઇ પુત્ર સાથે ખેતરે જતાં માથાકુટ

રાજકોટ તા. ૨૭ઃ દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં ભગવાનજીભાઇ ગોકળભાઇ વાવડીયા (કોળી) (ઉ.૫૫) તથા તેના પુત્ર રાજેશ ભગવાનજીભાઇ વાવડીયા (ઉ.૩૦) સાંજે સાતેક વાગ્યે કુવાડવાના જામગઢ ગામે આવેલી પોતાની ખેતીની જમીને કાંટા બાવળ સાફ કરવા ગયા ત્યારે નાના દિકરા રવિએ આવી ઝઘડો કરી ધોકાથી માર મારતાં બંનેને સિવિલમાં ખસેડાયા હતાં. જેમાં ભગવાનજીભાઇને ડાબા પગે ફ્રેકચર જેવી ઇજા થયાનું તબિબે પ્રાથમિક તારણ કાઢ્યું હતું.

ભગવાનજીભાઇએ કહ્યું હતું કે અમે વાડીએ ગયા ત્યારે પાછળથી નવાગામ રહેતો નાનો પુત્ર રવિ પણ આવી ગયો હતો અને વાડીએ શું કામ આવ્યા? તેમ કહી હુમલો કર્યો હતો. રવિને પણ ઇજા થતાં સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(12:28 pm IST)