Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રેડવોપ કેમિકલ્સની વાર્ષિક સેલ્સ મીટ યોજાઇ

અમદાવાદઃ કન્સ્ટ્રકશન કેમિકલ્સ કંપની રેડવોપ કેમિકલ્સૅની વાર્ષિક પાન ઈન્ડિયા સેલ્સ મીટ યોજાઈ હતી. આ સેલ્સ મીટમાં મીશન ટ્રાન્સફોર્મીગ ગ્રોથ ટુગેધર-૧૦૦ કરોડ વિષે ચર્ચા કરવામાં આવી હતી. રેડવોપના ડાયરેકટર ચેતન નાકરાણીએ જણાવ્યું કે આવનારા બે વર્ષમાં કંપનીનું લક્ષ્ય ૧૦૦ કરોડનો બિઝનેસ હાંસલ કરવાનુ છે. આ કાર્યક્રમમાં કંપનીએ બે નવી પ્રોડકટ ફલેલેકસો પીયુ અને સ્માર્જકોટ લોન્ચ કરવામાં આવી હતી. કંપની પોતાની વિસ્તરણ યોજનાના ભાગ રૃપે ટૂંક સમયમાં નાગપુર ખાતે નવો પ્લાન્ટ શરૃ કરશે, અને ડાયરેકટર મનિશ નાકરાણીએ જણાવ્યું કે    નાગપુરના પ્લાન્ટ માટે બે એકર જમીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં એેડહેસિવ, ગ્રાઉટ, વોટર પ્રુફીંગ કેમિકલ, એડમિકસર્સ, સિલેનટ સહિતની પ્રોડકટ્સનું ઉત્પાદન થશે.

(12:36 pm IST)