Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જામનગરના બે શખ્સને રાજકોટ પોલીસે પકડતાં ગાંજાનું કનેકશન વધુ એક વખત સુરત તરફ

તાલુકા પોલીસે ૧૫૦ રીંગ રોડ પાટીદાર ચોકમાંથી કાર સાથે બાબુ અને જયસુખને પકડી ૩૮ હજારનો ગાંજો કબ્જે કર્યોઃ સુરતના વ્યારા નજીક નાનુ પાટીલે આપ્યો હતો

રાજકોટ તા. ૨૭ઃ શહેર પોલીસે અગાઉ અનેક વખત પકડેલા ગાંજાનું કનેકશન સુરત તરફ નીકળ્યું હતુંં. ગઇકાલે તાલુકા પોલીસે મોટા મવા ૧૫૦  ફૂટ રિંગરોડ પર પાટીદાર ચોકમાંથી જીજે૨૩પી-૦૭૩૪ નંબરની સ્વીફટ કારમાં જામનગર દરેડના બે શખ્સને રૃા.૩૮૦૬૦ના૩.૮૦૬ ગ્રામ ગાંજા સાથે પકડી લઇ કુલ રૃ. ૪,૪૮,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બંનેએ આપેલી કબુલાત મુજબ વધુ એક વખત ગાંજાનું કનેકશન સુરત તરફ નીકળ્યું છે. વ્યારા ટોલનાકા નજીક નાનુ પાટીલ આ ગાંજો આપી ગયાનું બંનેએ કબુલ્યું હતું.

તાલુકા પોલીસે બાબુ પાલાભાઇ સોલંકી (ઉ.વ-પર ધધો-ડ્રાઇવીંગ રહે દરેડ ગામ, ખોડીયાર નગર-૪ તા.જી-જામનગર) તથા તથા જયસુખ પુંજાભાઇ સાદીયા (ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે-દરેડ ગામ, ખોડીયાર નગર-૪ તા.જી-જામનગર) વિરૃધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બંનેએ પુછતાછમાં સુરતના વ્યારા પાસે નાનું પાટીલ નામના શખ્સ પાસેથ ગાંજો લાવ્યાનું કબુલતાં નાનુની શોધખોળ થઇ રહી છે. નાનુએ ગાંજો રાજકોટ પહોંચાડવા કહ્યું હતું. રાજકોટમાં કોને આ માદક પદાર્થ આપવાનો હતો? તે જાણવા બંનેને વિશેષ પુછતાછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી જે.એસ. ગેડમની રાહબરીમાં ઇન્ચાર્જ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એન.કે. રાજપુરોહિત,  એએસઆઈ આર.બી. જાડેજા જે. ડી. વાધેલા, હેડ.કોન્સ પ્રવીણભાઇ વાસાણી, ભાવેશભાઇ પરમાર, કુલદીપસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, કોન્સ. હરસુખભાઇ સબાડ, ધમૅરાજસિંહ રાણા તથા હષૅરાજસિંહ જાડેજાએ આ કરી હતી. પીએસઆઇ રાઠવા વધુ તપાસ કરે છે.

(12:41 pm IST)