Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

દબાણ શાખા દ્વારા ૧૪૦ કીલો અખાદ્ય ફળો-શાકભાજીનો નાશઃ ૪૦પ બોર્ડ-બેનરો જપ્‍ત

મનપા દ્વારા જાહેર માર્ગો ઉપરથી ૩૯ રેકડી-કેબીનો હટાવાઇઃ રૂા.ર૩,૬૮૦ નો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ર૭ : મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ર૦ થી ર૬ દરમિયાન શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ શાકભાજી-ફળો જપ્‍તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું બોર્ડ-બેનરો વગેરે જપ્‍ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં રસ્‍તા પર નડતર ૩૯ રેકડી-કેબીનો શિવમ પાર્ક, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, કૃષ્‍ણનગર મેઇન રોડ, ગાયત્રીનગર, આંનદ બંગલા ચોક, જંકશન રોડ, જયબુલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસિંહજી  માર્કેટ, મવડી મેઇન રોડ, પટેલ કન્‍યા છાત્રાલય, પુષ્‍કરધામ રોડ, પરથી જપ્‍ત કરવામાં આવી હતી. જુદી જુદી અન્‍ય ૭ર પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્‍ત કરવામાં આવી હતી જે શાષાી મેદાન, શનીવારી બજાર, ગાયત્રીનગર મેઇન રોડ, જયુબીલી મવડી મેઇન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્‍પીટલ ચોક, રેલ્‍વે જંકસન, રૈયા રોડ, બસ સ્‍ટશન સામે ઢેબર રોડ, નંદનવન મેઇન રોડ, ચંદ્રશનગર, કુવાડવા રોડ, પરથી જપ્‍ત કરવામાં આવી હતી.

ઉપરાંત ૧૪૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેઇન રોડ, પુષ્‍કરધામ મેઇન રોડ, મવડી મેઇન રોડ, જયુબીલી માર્કેટ, રેલ્‍વે જંકશન, આનંદબંગલા ચોક, પરથી જપ્‍ત કરવામાં આવ્‍યા હતા. તેમજ રૂા. ર૩.૬૮૦ વહીવટી ચાર્જ રેલનગર, ઢેબર, રોડ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાનામૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો. રૂા.૩ર.૧૭૦ મંડપ ચાર્જ જે રેલનગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા, સેટેલાઇટ રોડ, નાનામૌવા રોડ, સાધુવાસવાણી રોડમાંથી વસુલ કરવામાં આવ્‍યો હતો. સાથે ૪૦પ બોર્ડ-બેનેરો જે ઢેબર રોડ, ચંદ્રેશનગર મેઇન રોડ, સંતકબીર રોડ, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(4:23 pm IST)