Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કોડીનારના જંત્રાખડી ગામની ઘટના અંગે આરોપી સામે ફાસ્‍ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવો

કોડીનારના જંત્રાખડી ગામની હિચકારી ઘટનાના વિરોધમાં સાડી બાર શાખા યુવક મંડળના આગેવાનોએ આવેદન પાઠવ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૭: શહેરના સાડીબાર શાખા યુવક મંડળે કલેકટરને આવેદન પાઠવી ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે ૮ વર્ષની બાળકી ઉપર બળાત્‍કાર કર્યા બાદ નિર્મમ હત્‍યા કરી હતી તે બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે ગૌસ્‍વામી સાધુ સમાજની ૮ વર્ષની બાળકી ઉપર બળાત્‍કાર કર્યા બાદ નિર્મમ હત્‍યા કરી હતી. આ અપરાધને ક્ષમા યોગ્‍ય ન હોય, આરોપી ઉપર ફાસ્‍ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્‍કાલીક ફાંસીનો ચુકાદો સરકાર આપે તેવી અમારા રાજકોટ સાડીબાર શાખા, યુવક મંડળની રજૂઆતો છે.

આવેદન દેવામાં વીસાજીદાદાની જગ્‍યાના મહંત મહા મંડેશ્‍વર ૧૦૦૮, શ્રી ભુપત દાસજી બાપુ સાડી બાર શાખા યુવક મંડળના અધ્‍યક્ષ, બાલકૃષ્‍ણભાઇ ગોંડલીયા, નકલંક સેવા સમિતિના પ્રમુખ દિનેશભાઇ સરપદડીયા, મહંત ડો. ભરતભાઇ દેસાણી, પુરણદાસજી સરપદડીયા, જગદીશભાઇ સરપદડીયા, મયુરભાઇ ગોંડલીયા, નરેશભાઇ દેસાણી, હિતેશભાઇ દાણીધારીયા, નયનભાઇ ગોંડલીયા, વિનયભાઇ સરપદીયા, જયભાઇ ગોંડલીયા, પીન્‍ટુભાઇ દેસાણી, લાલાભાઇ દાણીધારીયા વિગેરે જોડાયા હતા. 

(4:32 pm IST)