Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કુવાડવાના મેસવડામાં રસોડામાં કામ કરી રહેલા હેમીબેન બાવળીયાને જનાવર કરડી ગયું: મોત

 

રાજકોટ તા.૨૭: કુવાડવા તાબેના મેસવડામાં રહેતાં હેમીબેન અરજણભાઇ બાવળીયા (ઉ.વ.૫૫)ને ઘરે રસોડામાં કામ કરી રહ્યા હતાં ત્યારે ડબ્બા પાછળ સંતાઇને બેઠેલુ જનાવર-સાપ કરડી જતાં મોત નિપજ્યું છે. હેમીબેનને સાપે દંશ મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર કારગત ન નિવડતાં દમ તોડી દીધો હતો. આ બનાવથી કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હેમીબેનના પતિ અરજણભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને ત્રણ પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

(11:09 am IST)